વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત..! રાજકોટમાં નિવૃત્ત ASIને ચાલુ બાઈક પર હાર્ટ એટેક આવતા કરુણ મોત…’ઓમ શાંતિ’

Published on: 12:29 pm, Fri, 14 July 23

Retired ASI dies of heart attack : ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(Heart attack) આવવાના કારણે નોંધ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં(Rajkot) બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે નિવૃત્ત ASIનું મોત(Retired ASI dies of heart attack) થયું છે. ASIનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે નિવૃત્ત ASI બાઈક ઉપર જતા હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક રીક્ષા ચાલકે માનવતા રાખીને નિવૃત એએસઆઇને રિક્ષામાં બેસાડીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આમ છતાં પણ ASIનું મોત થયું હતું. ચાલુ બાકી તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું આ કારણોસર મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ASIને મૃત જાહેર કર્યા હતા.

આ વાતની જાણ થતા જ પોલીસની ટીમ અને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના લોકો તરત જ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. મૃત્યુ પામેલા નિવૃત્ત ASIનું નામ મજબૂત સિંહ હતું. તેઓ 2021 માં નિવૃત્ત થયા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ અને એક દીકરો છે. આ ઘટના બનતા જ પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. અત્યાર સુધીમાં હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત..! રાજકોટમાં નિવૃત્ત ASIને ચાલુ બાઈક પર હાર્ટ એટેક આવતા કરુણ મોત…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*