રાજકોટમાં રોંગ સાઈડમાં આવતી સ્પોર્ટ્સ બાઈકે એકટીવા પર બેઠેલા એડવોકેટને ઉડાડયા, પછી તો કંઈક એવું થયું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 11:51 am, Sat, 24 June 23

Rajkot, Yagnik Road Accident CCTV Footage: ગુજરાતમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આવી ઘટનાના તમે અવારનવાર સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે રાજકોટમાં(Rajkot Accident) બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રાજકોટમાં શુક્રવારના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ યાજ્ઞિક રોડ(Yagnik Road) પર જિલ્લા પંચાયત ચોકની આગળ એક યુવક પોતાની સપોર્ટ બાઈક રોંગ સાઈડમાં ખૂબ જ ઝડપમાં ચલાવી રહ્યો હતો.

આ દરમિયાન બાઇક સવાર યુવકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઈક રોડ પર પડેલા પાંચ થી છ જેટલા વાહનોને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત એક એડવોકેટ સહિત બે લોકોને ઈજાગ્રસ્ત કરે છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બ્લુ અને સફેદ રંગના સ્પોટ બાઈક પર એક યુવક જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇક સવાર યુવક બાઈક પરથી કાબુ ગુમાવી બેસે છે.

જેના કારણે બેકાબુ બનેલી બાઇક રસ્તા પર પાર્ક કરેલા વાહનો સાથે અથડાય છે. મળતી માહિતી અનુસાર સ્પોટ બાઈકમાં કોઈ પણ પ્રકારનો નંબર પ્લેટ ન હોવાના કારણે બાઇક કોના નામે છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત બાઈક કોણ ચલાવી રહ્યું હતું તેનો પણ કોઈ પણ પ્રકારનો ખુલાસો થયો નથી.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં સ્પોર્ટ બાઈક ચલાવી રહેલા યુવકની કમરના ભાગે ગંભીર પહોંચી હતી એટલે તેને 108 ની મદદ થી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં એકટીવા પર બેઠેલા એડવોકેટ જીગ્નેશભાઈના પગમાં પણ ઈજા પહોંચી હતી.

એટલે તેમને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સદનશીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં રોંગ સાઈડમાં આવતી સ્પોર્ટ્સ બાઈકે એકટીવા પર બેઠેલા એડવોકેટને ઉડાડયા, પછી તો કંઈક એવું થયું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*