કોલેજનું છેલ્લું વર્ષ જિંદગીનું છેલ્લું વર્ષ બની ગયું..! રાજકોટમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મોત… કોલેજમાંથી છૂટ્યા બાદ કાંઈક એવું બન્યું કે…

Published on: 10:54 am, Wed, 28 June 23

Student dies of heart attack in Rajkot: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક(heart attack ) આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી નાની ઉંમરના યુવાનો અને યુવતીને હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં(Rajkot) બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 28 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત(Student dies of heart attack) થયું છે. મળતી માહિતી અનુસાર શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ સુરત જિલ્લાના 28 વર્ષ કલ્પેશ પ્રજાપતિ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

હાર્ટ એટેક આવ્યા બાદ યુવકને સારવાર માટે સૌપ્રથમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કલ્પેશ એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજના સમયે તે કોલેજથી છુટી રહ્યો હતો, આ દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

જેથી કલ્પેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે કલ્પેશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશે વેક્સિનના ત્રણ ડોઝ લીધા છે તે વાત પણ સામે આવી છે. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હોત. કલ્પેશ આર્કિટેક્ચરના કોર્સમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ તે આર્કિટેક્ચર બનવાનો હતો.

પરંતુ તે પહેલા તો હાર્ટ એટેક આવવાના કારણે તેનું મોત થઈ ગયું છે. જાણવા મળી રહ્યું છે કે કલ્પેશને અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડતા સૌપ્રથમ તેને સોડા પીધી હતી. ત્યારબાદ કલ્પેશ એ પોતાના મિત્રને ફોન કરીને હોસ્પિટલ જવા માટે જાણ કરી હતી. પછી તેનો મિત્ર 108ની મદદ થી કલ્પેશની હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તો કલ્પેશ નું મોત થઈ ગયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ કોલેજ સંચાલકોએ કલ્પેશના પરિવારજનોને કરી હતી. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર દોડતો થઈ ગયો હતો. કલ્પેશની વાત કરીએ તો કલ્પેશ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને તેના પરિવારમાં તેનાથી મોટી એક બહેન પણ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે કલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોલેજનું છેલ્લું વર્ષ જિંદગીનું છેલ્લું વર્ષ બની ગયું..! રાજકોટમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મોત… કોલેજમાંથી છૂટ્યા બાદ કાંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*