રોડ ક્રોસ કરી રહેલા પિતા-પુત્રને ઝડપી બાઈક ચાલકે હવામાં ઉડાડીયા, દીકરાની નજર સામે પિતાનું મોત…8 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:16 am, Wed, 28 June 23

સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે અન્ય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા પિતા અને પુત્ર સાથે કંઈક એવું બન્યું કે પુત્રની નજર સામે પિતાનું મોત થઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે પિતા-પુત્ર રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક ઝડપી બાય કે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું. જ્યારે પુત્ર પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે. તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતની ઘટના બિહારના મોતીહારી માંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બાઈક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. પ્રતિ માહિતી અનુસાર 45 વર્ષના વ્યક્તિ પોતાના દીકરા સાથે સામાન લઈને ઘર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક ઝડપી બાઈક કે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં દીકરાની નજર સામે પિતાનું મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના ફરી આ બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા દીકરાને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો વ્યક્તિ ઘરમાં એકલો કમાવનાર વ્યક્તિ હતો. તે ધોબી નું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 45 વર્ષના વ્યક્તિના મોતના કારણે 8 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વ્યક્તિના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ક્રોસ કરી રહેલા પિતા-પુત્રને ઝડપી બાઈક ચાલકે હવામાં ઉડાડીયા, દીકરાની નજર સામે પિતાનું મોત…8 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*