ગુજરાતમાં આજે પણ રસીકરણ કેન્દ્રો બંધ, જાણો શા માટે?

Published on: 11:13 am, Wed, 14 July 21

કોરોના થી બચવા માટે રસી લેવી જરૂરી છે ત્યારે ગુજરાતમાં રસીકરણ ને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાત રાજ્યમાં આજે પણ રસીકરણ કેન્દ્ર રહેશે બંધ. બુધવારના રોજ મમતા દિવસ હોવાથી સરકારે આ દિવસે તમામ રસીકરણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા હતા.

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના ના કેસ ઘટી રહ્યા છે. અને દિવસે ને દિવસે રાજ્યના રસી ને લઇને લોકોમાં જાગૃતતા આવી રહી છે. તમને જણાવી દઈએ કે આજરોજ મમતા દિવસ હોવાના કારણે રસીકરણ કાર્યક્રમમાં બંધ રાખવામાં આવ્યું તેવું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં અગાઉ રસીની અછતના કારણે બુધવારના રોજ રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ અભિયાન શરૂ કરવામાંના આવતા અઠવાડિયા ના બધા દિવસ રસી આપવાનું શરૂ કરવામાં આવશે.

રાજ્યને ધીમે ધીમે કોરોના સંક્રમણ પર કાબૂ મળી રહ્યો છે. પરંતુ હજુ કોરોના ગયો નથી તે માટે કોરોના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઉપરાંત કોરોના ની સંભવીત નો ખતરો પણ બોલાઈ રહ્યો છે.

કોરોના ની ત્રીજી લહેર તે પહેલા રાજ્યના તમામ લોકોને રસી લેવી જરૂરી છે. આજરોજ રસીકરણ કેન્દ્રો બંધ છે અને આવતીકાલથી ફરીથી લોકો કોરોના ની રસી લઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.