નાઇટ ડ્યુટી દરમિયાન એક પોલીસ કર્મચારી સાથે થયું એવું કે, પોલીસ કર્મચારીનું થયું મૃત્યુ…

Published on: 12:29 pm, Sat, 2 October 21

ગુજરાત રાજ્યમાં બે દિવસ પહેલાં જ રોડ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું તે કારણોસર શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ત્યારે ફરી એક વખત દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર વડોદરામાં 26 વર્ષીય પોલીસકર્મીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર ભાવુભાઈ ધનજીભાઈ મુળિયા નામના પોલીસ કર્મી ગુરૂવારના રોજ પોતાની નાઈટ ડ્યુટીમાં હતા. ભાવુભાઈ પીએસઆઇની ડ્રાઇવિંગ ડ્યુટીમાં હતા.

ત્યારે અચાનક જ બાબુભાઈની છાતીમાં દુખાવો ઊપડે છે તેના કારણે તેઓને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાવુભાઈ નું મૃત્યુ થાય છે.

પોતાની ફરજ બજાવતી વખતે પોલીસ કર્મીના મૃત્યુ થવાના કારણે પોલીસ બોર્ડ અને પોલીસ કર્મીના પરિવારમાં એક શોખ નું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. અને પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર ભાવુભાઈ 12 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં ગણેશ વિસર્જનમાં હતા તેઓ 5 દિવસ માટે વડોદરા આવ્યા હતા અને તેઓની હાર્ટ-એટેકમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ભાવુભાઈ ધનજીભાઈ મુળિયા ની ઉંમર 26 વર્ષની હતી. તેઓ અકોટા પોલીસ લાઈન વડોદરામાં રહેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!