કેસર કેરીના રસિયાઓ થઈ જાવ તૈયાર..! કેસર કેરીના ભાવમાં 400 રૂપિયા નો મોટો ઘટાડો,જાણો આજનો ભાવ…

Published on: 11:30 am, Sat, 27 April 24

ઉનાળો આવતા આપણે બધા કેસર કેરીની રાહ જોતા હોય છે અને ઉનાળાની શરૂઆતમાં કેસર કેરીના ખૂબ વધારે ભાવ હોવાથી સામાન્ય લોકો તે કેરીને ખરીદી શકતા નથી પરંતુ હાલમાં દિવસે ને દિવસે કેસર કેરીની માંગમાં વધારાની સાથે સાથે આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે

ત્યારે અમરેલી જિલ્લામાં કેસર કેરી ની આગમન થઈ ગઈ છે અને આમ પણ અમરેલી જિલ્લાને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે.આપને મિત્રો જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના ખૂબ જ વધારે બગીચાઓ આવેલા છે

અને ત્યારે અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1,200 થી 2600 રૂપિયા સુધી પહોંચેલો છે.ત્યાના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેસર કેરી ની આવક શરૂ થઈ છે અને 30 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને કેસર કેરીનો ભાવ 1,200 થી 2600 રૂપિયા સુધી છે

અને હાલ કેસર કેરીની માંગ આવક થતા ની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેરી ખરીદી રહ્યા છે. હાફૂસ કેરીનો ભાવ 1600 રૂપિયાથી 2700 રૂપિયા છે અને આ બધાની વચ્ચે કેસર કેરીના ભાવમાં 400 નો ઘટાડો થયો છે જેના કારણે સામાન્ય લોકો જે કેરી ખરીદવાના રસિકો છે તેના માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કેસર કેરીના રસિયાઓ થઈ જાવ તૈયાર..! કેસર કેરીના ભાવમાં 400 રૂપિયા નો મોટો ઘટાડો,જાણો આજનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*