ગરમી વધતા ફળોના રાજા કેસર કેરીની થઈ ઢગલા બંધ આવક, કેરીના ભાવ સાંભળીને પરસેવો ના છૂટે…

Published on: 10:45 am, Wed, 8 May 24

ઉનાળાની ઋતુમાં વિવિધ ફળોની આવક થતી હોય છે પરંતુ લોકો માત્ર ફળોના રાજા કેરીની રાહ જોતા હોય છે ને હાલમાં બજારમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને આ વર્ષે ઓછા પ્રમાણમાં કેરીની આવક થઈ રહી છે

પરંતુ સાતમેના રોજ ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રતિ મણ ના 1200 થી 3200 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા.ભાવનગરના તળાજા અને જેસર તાલુકો કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા જેસર મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા પણ આવેલા છે

અને હાલ કેસર કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે ત્યારે મહુવા તાલુકાના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે ભાવનગર ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે અને કેસર કેરીના ભાવ વિશે ફરી એકવાર જણાવી દઈએ કે 1200 રૂપિયાથી 3200 સુધી 20 કિલોના બોલાઈ રહ્યા છે

અને સરેરાશ ભાવ 2050 જેવો બોલાઈ રહ્યો છે અને દેશી કેરી જે અથાણાની કેરી કહેવામાં આવે છે તેના 600 થી 1,600 પ્રતિ 20 કિલોના બોલાઈ રહ્યા છે.ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ આવક નોંધાઇ હતી. જમાદાર કેરીના

પ્રતિ મણના 300 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જમાદાર કેરીનો ભાવ 1,800થી 3,600 રૂપિયા નોંધાયો હતો. યાર્ડમાં 200 મણ જમાદાર કેરીની આવક થઇ હતી, જેના સરેરાશ ભાવ 2,250 રૂપિયા નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગરમી વધતા ફળોના રાજા કેસર કેરીની થઈ ઢગલા બંધ આવક, કેરીના ભાવ સાંભળીને પરસેવો ના છૂટે…"

Leave a comment

Your email address will not be published.


*