હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..! રાજકોટમાં પિતાના મૃત્યુના 20 દિવસ બાદ દીકરાનું પણ હાર્ટ એટેક આવતા કરુણ મોત… 10 વર્ષનો દીકરો બાપ વગરનો થઈ ગયો…

Published on: 12:42 pm, Wed, 14 June 23

Rajkot Heart attack: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની સંખ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં(Rajkot) બનેલો વધુ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં પિતાના મૃત્યુના 20 દિવસ બાદ દીકરાનું હાર્ટ એટેક(Son dies of Heart attack after father’s death) આવવાના કારણે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘરના મોભી બાદ પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મોરબી રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા 35 વર્ષેના કલ્પેશભાઈ મનહરભાઈ રાઠોડ નામના વ્યક્તિ બપોરના સમયે પોતાના ઘરે હતા.

ત્યારે કલ્પેશભાઈ અચાનક જ બેભાન થઈ ગયા હતા. તેથી પરિવારના લોકોએ અને સ્થાનિક લોકોએ તરત જ આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. ત્યારબાદ કલ્પેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ઇમરજન્સી વોર્ડના ડોક્ટરે કલ્પેશભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતાં કલ્પેશભાઈના સગા સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે કલ્પેશ હાથ ખાનામાં આર્ય સમાજ સામે સલોને ચલાવતો હતો. એક મહિના પહેલા જ તેમને રાજલક્ષ્મી સોસાયટીમાં નવું મકાન ખરીદ્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે 20 દિવસ પહેલા કલ્પેશભાઈ ના પિતાશ્રી મનહરભાઈનું મોત થયું હતું. ત્યારે હાલમાં હાર્ટ એટેક આવવાના કારણે કલ્પેશભાઈ નું મોત થયું છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે સવારથી કલ્પેશભાઈ ને ગેસની તકલીફ હતી તેથી તેઓ દુકાન ગયા ન હતા અને ઘરે આરામ કરી રહ્યા હતા. ત્યારે બપોરના એકાદ વાગ્યાની આસપાસ તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા.

પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે કલ્પેશભાઈ ના પિતાનું પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. કલ્પેશભાઈ ના મોતના કારણે 10 વર્ષના દીકરાએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..! રાજકોટમાં પિતાના મૃત્યુના 20 દિવસ બાદ દીકરાનું પણ હાર્ટ એટેક આવતા કરુણ મોત… 10 વર્ષનો દીકરો બાપ વગરનો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*