વલસાડમાં અજાણ્યા વાહન ચાલકે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 2 મહિલા કર્મચારીઓને કચડી નાખી, બંનેનું ઘટનાસ્થળે મોત… એક જ ઝટકામાં બે હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા…

Published on: 11:24 am, Sat, 24 June 23

Valsad Accident, Two women health workers died : હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા અને આમળી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓના(Two women health workers died in the accident) આ અકસ્માતની ઘટનામાં મોત થયા છે. બંને મહિલા કર્મચારીઓ મોપેડ ઉપર વલસાડ તરફ આવી રહી હતી. આ દરમિયાન ચણવાઈ બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે થયેલા કર્મચારીની મોપેડને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં મોપેડ પર સવાર બંને મહિલા કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ કારણસર બંનેના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વલસાડ જિલ્લાના પારડી આરોગ્ય વિભાગમાં આવતા આમળી આરોગ્ય કેન્દ્રમાં 25 વર્ષીય મેધાબેન જશવંતભાઈ પરમાર અને બાલદા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ઇન્દુબેન ભણાભાઈ પટેલ ફરજ બજાવતા હતા.

ઘટનાના દિવસે ફરજ બજાવ્યા બાદ ઇન્દુબેન મેઘાની મોપેડ ઉપર વલસાડ આવવા માટે નીકળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ઇન્દુબેને વલસાડ ધરમપુર ચોકડી પાસે મેઘા પાસે લિફ્ટ માંગી હતી. ત્યારબાદ બંને વલસાડ તરફ આવી રહ્યા હતા. ત્યારે સુરત તરફ જાતા કોઈ અજાણ્યા ટ્રક જેવા મોટા વાહને મેઘાની મોપેડને જોરદાર ટક્કર લગાવી હતી.

વલસાડમાં અજાણ્યા વાહનનો ચાલક ફરાર, એકને આઠ મહિના પહેલા જ નોકરી મળી હતી; અન્યને  નોકરીમાં 6 મહિના જ બાકી હતા | Driver of unidentified vehicle absconding  after accident on ...

ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં મેઘા અને ઇન્દુબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને મૃત્યુ પામેલી બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 25 વર્ષની મેઘા પરમાર 5 વર્ષ સુરતની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી એને આઠ મહિનાથી તેને આરોગ્ય વિભાગમાં નોકરી મળી હતી. જ્યારે ઇન્દુબેન આરોગ્ય વિભાગમાં નર્સ તરીકે કામ કરતા હતા. ઇન્દુબેનના નિવૃત્ત થવાના માત્ર છ મહિના જ બાકી હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં અજાણ્યા વાહન ચાલકે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 2 મહિલા કર્મચારીઓને કચડી નાખી, બંનેનું ઘટનાસ્થળે મોત… એક જ ઝટકામાં બે હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*