ભૂલ કરે બીજા અને ભોગવે પણ બીજા..! કેશોદમાં ક્રેઈનની નીચે કચડાઈ જવાના કારણે મહિલાનું રિબાઈ રિબાઈને મોત… આખી ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 12:52 pm, Fri, 14 July 23

Woman dies after being crushed by crane: હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ઘણી વખત અકસ્માતની(Accident) ઘટનાઓમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના કેશોદમાંથી(Keshod) સામે આવી રહે છે. કેશોદ(Keshod Accident) પોસ્ટ ઓફિસ ની સામેના ભાગે ઓવરટેક કરતી વખતે એક ક્રેઈન ચાલકે બાઇકને અડફેટેમાં લીધી હતી.

આ ઘટનામાં બાઈક પર સવાર મહિલા ક્રેઈનના પાછળના ટાયરની નીચે આવી ગઈ હતી. આ કારણોસર મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ક્રેઈનનો ડ્રાઇવર ઘટના સ્થળે જ ક્રેઈન મૂકીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટના સ્થળે થયેલી ટ્રાફિક પણ ખુલ્લી પાડી હતી.

વિગતવાર વાત કરે તો કેશોદના સેદરડા ગામે રહેતા પ્રવિણાબેન અશ્વિનભાઈ વાજા સાંજના સમયે બાઈક ચલાવીને પોસ્ટ ઓફિસની સામેના સેદરડા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ક્રેઈને ઓવરટેક કરતી વખતે પ્રવિણાબેનની બાઈકને ટક્કર લગાવી હતી.

જેના કારણે પ્રવિણાબેન ક્રેઈનની પાછળના ટાયર ની નીચે કચડાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ પ્રવિણાબેનના મૃતદેહને 108 ની મદદ થી સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે પ્રવિણાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પ્રવિણાબેન વીમા એજન્ટ અને હીરા ઘસવાનું કામ કરતા હતા. જ્યારે પ્રવિણાબેનના પતિ અશ્વિનભાઈ સુરતમાં હીરા ઘસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રવિણાબેનના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભૂલ કરે બીજા અને ભોગવે પણ બીજા..! કેશોદમાં ક્રેઈનની નીચે કચડાઈ જવાના કારણે મહિલાનું રિબાઈ રિબાઈને મોત… આખી ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*