માતાના સૂઈ ગયા બાદ દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… 15-20 મિનિટ પછી કંઈક એવું બન્યું કે…

Published on: 1:13 pm, Fri, 14 July 23

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજસ્થાનના ફોટામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. જ્યારે યુવકે આ પગલું ભર્યું ત્યારે ઘરની મહિલાઓ સુધી હતી.

મહિલાઓ જાગે ત્યારે યુવકનું મૃતદેહ તેમને લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્યો જોઈને મહિલાએ ગુમાબૂબ કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો યુવકને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

યુવકે કયા કારણોસર સુસાઇડ કરી લીધું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલા યુવકનું નામ લક્ષ્મણસિંહ હતું અને તેની ઉંમર 34 વર્ષની હતી. તે ધોરણ 12 સુધી ભણેલો હતો ઘણા દિવસોથી લક્ષ્મણસિંહ બેરોજગાર હતો. જેના કારણે તે માનસિક તણાવ માં રહેતો હતો.

માનસિક તણાવના કારણે લક્ષ્મણસિંહએ સુસાઇડ જેવું પગલું ભર્યું છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટના ગુરુવારના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનો મોટો ભાઈ કામ પર ગયો હતો. ઘટના બની ત્યારે ઘરમાં મૃતક યુવકની ભાભી, મા અને ભત્રીજો હાજર હતા. જાણવા મળી રહ્યું છે કે માતાની દવા ચાલુ હતી એટલે માતા દવા પીને સૂઈ ગઈ હતી. જ્યારે ભાભી પોતાની રૂમમાં ગયા હતા.

પછી લક્ષ્મણ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. 15 20 મિનિટ પછી માતા જ્યારે જાગે ત્યારે માતાએ પોતાના દીકરાને લટકતી હાલતમાં જોયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સંબંધીઓએ આપેલી ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લક્ષ્મણનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "માતાના સૂઈ ગયા બાદ દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… 15-20 મિનિટ પછી કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*