સુરતમાં બિલ્ડીંગના 10માં માળે ગેસનો બાટલો ફાટતા ભયંકર આગ લાગી… મહિલાનું તડપી તડપીને કરુણ મોત…

Published on: 11:59 am, Fri, 14 July 23

Gas bottle burst in Surat: સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. સુરતમાં(Surat) ગઈકાલે મોડી રાત્રે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા દેવપ્રભા એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બિલ્ડીંગના દસમાં માળે ગેસનો બાટલો ફાટતા(Gas bottle burst) આગ લાગી ઉઠી હતી. આ કારણોસર ફ્લેટમાં રહેતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

ફ્લેટમાં અચાનક જ આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામગીરી શરૂ કરી દીધી હતી.

તે માહિતી અનુસાર આ ઘટનામાં આગમાં બે બાળકો અને એક મહિલા ફસાયા હતા. ફાયર વિભાગની ટીમે બાળકો અને મહિલાનું રેસ્ક્યુ કરી લીધું હતું. પરંતુ બેભાન અવસ્થામાં મળી આવેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગના જવાનોએ બે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. જ્યારે મહિલાને બેભાન અવસ્થામાં બહાર કાઢી હતી. પછી મહિલાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં મહિલાનું હાથ, પગ અને મોઢું ગંભીર રીતે દાઝી ગયું હતું. અચાનક જ ગેસ સિલિન્ડર કયા કારણોસર ફાટ્યો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ મૃતક મહિલાના સંબંધીઓ અને સ્થાનિક લોકોમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બિલ્ડીંગના 10માં માળે ગેસનો બાટલો ફાટતા ભયંકર આગ લાગી… મહિલાનું તડપી તડપીને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*