પપ્પા, આમાં મારો શું વાંક..? સુરતમાં બાપે દોઢ વર્ષની માસુમ દીકરીને તરછોડી દીધી…જુઓ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ…

સુરત(Surat): ના વરાછા વિસ્તારમાં બનેલી રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં વરાછાના(Varacha) ખાંડ બજાર ગાયત્રી ચાની દુકાનની બાજુમાં ઓટલા ઉપરથી એક દોઢ વર્ષની માસુમ બાળકી મળી આવી છે. બાળકીને અહીં તરછોડી દેવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને દીકરીના માતા પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે.

આજુબાજુમાં પિતાએ જોયું.

બાળકીને તરછોડી દેવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં પિતા દીકરીને લઈને અહીં આવે છે અને ત્યારબાદ ઓટલા ઉપર ચાદર પાથરી દીકરીને તેમાં સુવડાવી દે છે. ત્યારબાદ ત્યાંથી દીકરીના પિતા ચાલ્યા જાય છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આજરોજ વહેલી સવારે કતારગામ વેર રોડ બહુચર નગર સોસાયટીમાં રહેતા અને 108માં ઈમટી તરીકે ફરજ બજાવતા કેતનભાઇ રમેશભાઈ બાબરીયા વહેલી સવારે વરાછા ખાંડ બજાર ગરનાળા હોટેલ હોસ્પાઇસની સામેથી પસાર થઈ રહ્યા હતા.

મોકો મળતા ચાલવા લાગ્યો.

ત્યારે તેમની નજર ઓટલા ઉપર સૂઈ રહેલી માસુમ બાળકી ઉપર પડી હતી. ત્યારબાદ કેતનભાઇ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને આસપાસ બાળકીના માતા પિતાને શોધ્યા. પરંતુ કેતનભાઇને આસપાસ કોઈ દેખાયું નહીં. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ વરાછા પોલીસ સ્ટેશનમાં કરી હતી.

બાળકી સૂતી રહી અને પિતા તરછોડીને જતો રહ્યો.

ઘટનાની માહિતી મળતા જ વરાછા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર પછી વરાછા પોલીસે બાળકીને પોતાની પાસે લઈ લે તેને અનુકૂળ સ્થળે મોકલી આપી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે રાત્રિના સમયે એક વ્યક્તિ બાળકીને અહીં મૂકીને ભાગી ગયો છે.

હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ શરમજનક જ ઘટના જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*