દીકરો ‘જેનીશ ગુજરાતી’ મરતા મરતા પણ 5 લોકોને નવજીવન આપતો ગયો…પાટીદાર પરિવારે મોતના માતમ વચ્ચે અંગદાન કરી માનવતા મહેકાવી…

Published on: 6:47 pm, Fri, 9 June 23

Surat Organ Donation: સોશિયલ મીડિયા પર અંગદાનની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી(Diamond City Surat) તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતથી વધુ એક અંગદાન(Surat Organ Donation ) ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલ(Kiran Hospital) થી કરવામાં આવ્યું છે. બ્રિજ પરથી પડતું મૂકનાર જેનીશ વલ્લભભાઈ ગુજરાતી બ્રેઈનડેડ(brain dead) જાહેર થયો હતો.

આથી તેમના પરિવારને જેનિશ ની કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૂળ ભાવનગરના માંડવીના અને હાલ સિંગણપોર આદર્શ સોસાયટીમાં રહેતા જેનીશ કતારગામમાં આવેલી ડાયમંડની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેની સાત જૂન ના રોજ સવારે 7:30 કલાકે ફરજ પર ગયો હતો તેને સવારે 9:30 કલાકે પોતાની સાથેના કર્મચારીને કહ્યું હું હમણાં નાસ્તો કરીને આવું છું.

અડધો કલાક સુધી જેનીશ નાસ્તો કરીને પરત ન ફરતાં આજુબાજુમાં તેની તપાસ કરવામાં આવી પરંતુ તે મળ્યો નહીં. ત્યારબાદ તેના મોબાઈલ પર ફોન કરતા એક અજાણી વ્યક્તિએ જેનીશ નો ફોન ઉપાડીને કહ્યું જે ભાઈનો ફોન છે તે ભાઈ જીલાની બ્રિજથી હમણાં જ તાપી નદીમાં કૂદી ગયા છે.

ફાયરબ્રિગેડન ના જવાનો અને આજુબાજુના માછીમાર ભાઈઓએ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું, પરિવારજનો એ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

ડોનેટ લાઇફની ટીમે જેનિશના પરિવારજનોને અંગદાન ની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. જેનીશ ના પિતા વલ્લભભાઈ અને મામા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચાર વાંચતા હતા. તેમજ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર ડોનેટ લાઇફના અંગદાન ના વિડીયો જોતા હતા ત્યારે અમને લાગતું હતું કે આ એક ખૂબ જ સમાજ ઉપયોગી કાર્ય છે.

મૃત્યુ પામ્યા પછી તો શરીર રાખ જ થઈ જવાનું છે, તેના કરતાં અંગદાનની ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અમારો દીકરો બ્રેઈનડેડ છે, ત્યારે તમે તેના અંગોનું દાન કરાવો. તેના અંગદાનથી અમારો દીકરો આ દુનિયામાં જીવી રહ્યો છે તેવી અમને લાગણી થશે, આમ ભારે હૈયે તેમણે પોતાના પુત્રના અંગદાનની સંમતિ આપી હતી.

જેનીશના પરિવારમાં તેના પિતા વલ્લભભાઈ જેવો શિવ ઇમ્પેક્સમાં રત્નકલાકાર તરીકે ફરજ બજાવે છે, માતા ભાવના બહેન, બહેન જીનલ અને શીતલ જેવો પરણિત છે. ભાઈ નિખિલ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યો છે, પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા લીવર અને કિડની સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 37 વર્ષીય યુવતીમાં અને બીજી કિડની નું ટ્રાન્સપ્લાનટ સુરતમાં રહેતા 32 વર્ષીય યુવકમાં અને લીવર નું ટ્રાન્સપ્લાનટ નવસારી ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 1135 અંગો અને ટેસ્યૂઓનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 470 કિડની, 202 લીવર, 46 હૃદય, 36 ફેફસા, આઠ પેન્ક્રીઆસ, ચાર હાથ, એક નાનું આંતરડું અને 368 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશની કુલ 1042 વ્યક્તિને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરો ‘જેનીશ ગુજરાતી’ મરતા મરતા પણ 5 લોકોને નવજીવન આપતો ગયો…પાટીદાર પરિવારે મોતના માતમ વચ્ચે અંગદાન કરી માનવતા મહેકાવી…"

Leave a comment

Your email address will not be published.


*