ભારે આપલખણો હો બાકી..! મસ્તીખોર વાંદરાએ શાંતિથી બેઠેલા ખૂંખાર વાઘ સાથે કરી એવી એવી હરકતો કે… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

Published on: 6:30 pm, Fri, 9 June 23

Funny monkey Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ઘણા રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વિડીયો જોયા હશે. પ્રાણીઓના રમુજી વીડિયોની વાત આવે એટલે વાંદરાનું(Funny monkey Viral video) નામ પહેલું જ હોય છે. વાંદરો હંમેશા મસ્તીના મૂડમાં જોવાય છે.

તમે ઘણા એવા જોયા છે જેમાં વાંદરો માણસોને હેરાન કરતો નજરે પડતો હોય છે. મિત્રો વાંદરો ખાલી માણસોને નહીં પરંતુ જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓને પણ હેરાન કરે છે. હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાઘનું નામ પડે એટલે ભલભલા લોકોને પરસેવો છૂટી જતો હોય છે.

વાધ એ જંગલના સૌથી ભયંકર શિકારી છે. જ્યારે ખૂંખાર પર નીકળે છે ત્યારે જંગલમાં પણ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા હોય છે. આવા ખૂંખાર વાઘની સળી કરતો વાંદરો નજરે પડી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે શાંતિથી બેઠેલા વાઘની વાંદરો કેવી કેવી સળી કરે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં બે ખૂંખાર ભાગ એક ઝાડની નીચે આરામ કરી રહ્યા છે.

આટલામાં ઝાડ ઉપર બેઠેલા એક વાંદરાને વાઘ સાથે મજાક કરવાનું સુજે છે. ત્યાર પછી તો વાંદરો વાઘથી જરાક પણ ડર્યા વગર તેની સાથે મજાક કરવાનું શરૂ કરી દે છે. વાઘ પણ રમુજી વાંદરાઓની સરખો તેથી પરેશાન થઈ જાય છે પરંતુ વાઘ વાંદરાનું કશું બગાડી શકતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝાડ પર બેઠેલો વાંદરો વાઘના કાન અને પૂછડી ખેંચતો નજરે પડી રહ્યો છે. આ મસ્તીખોર વાંદરાએ વાઘને ખૂબ જ હેરાન પરેશાન કરી નાખ્યો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @TerrifyingNatur નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકો એ જોયો છે અને કોમેન્ટ બોક્સમાં વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભારે આપલખણો હો બાકી..! મસ્તીખોર વાંદરાએ શાંતિથી બેઠેલા ખૂંખાર વાઘ સાથે કરી એવી એવી હરકતો કે… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*