દરિયો બન્યો તોફાની..! આંધી વંટોળ સાથે ભયંકર વરસાદને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી…

Published on: 11:46 am, Tue, 7 May 24

મતદાનના દિવસે ગુજરાતના વાતાવરણમાં મિજાજ બદલ્યો છે અને એક બાજુ હીટ વેવ ની આગાહી છે તો બીજી બાજુ ગુજરાતના કેટલાક પ્રાંતોમાં મોટી હલચલ થઈ છે અને સોમવારે રાત્રે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા છે

તો બીજી તરફ વલસાડનો દરિયો એકાએક તોફાની બની ગયો છે. ગુજરાતના વાતાવરણમાં આગાહી વચ્ચે મોટા પલટા આવવાની શક્યતા છે અને સોમવારે રાત્રે હડાદ પંથક માં આકાશમાં વીજળીના કડાકા થતા જોવા મળ્યા હતા.વલસાડનો તિથલનો દરિયો એકાએક તોફાની બન્યો છે

અને ગઈકાલે તિથલ બીચ ઉપર આઠથી દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાના મોજા બીચ પર બનાવવામાં આવેલા વોકવે સુધી ઉછળ્યા હતા. જોકે આ વચ્ચે પણ જીવન જોખમે સહેલાણીઓ દરિયાના મોજ ની મજા માણતા જોવા મળ્યા હતા

અને બીજ પર કોઈપણ પ્રકારના સાવચેતીના પગલાં ન લેવામાં આવતા સહેલાણીઓના જીવ જોખમમાં પણ મુકાયા હતા.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંતોલ સાથે વરસાદ વરસી શકે છે

અને 10 થી 14 મે વચ્ચે હવામાન પલટાબાદ 20 મે બાદ ગરમીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અને રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "દરિયો બન્યો તોફાની..! આંધી વંટોળ સાથે ભયંકર વરસાદને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*