હવે થયું ફાઇનલ, આ મહિનાથી બેંકોમાં થશે પાંચ દિવસ કામ,બેંક ખુલવાનો અને બંધ થવાના સમયમાં થશે બદલાવ,જાણો

Published on: 4:23 pm, Tue, 7 May 24

બેંક કર્મચારીઓની માંગ આ વર્ષે પૂરી થઈ ગઈ છે બેન્ક કર્મચારીઓને અઠવાડિયાની બે દિવસની રજાને લઈને ભારતીય બેંક સંઘ અને કર્મચારી યુનિયન્સ વચ્ચે પહેલા એક સમજૂતી પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે ત્યારે માત્ર સરકારની મજૂરી બાકી છે

જે બેંક કર્મચારીઓને 2024 ના અંતમાં મળી શકે તેવી શક્યતા છે.આઈબીએ અને ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ ફાઉન્ડેશન દ્વારા સાઇન કરવામાં આવેલા જોઇન્ટ નોટમાં શનિવાર અને રવિવારની રજા સાથે પાંચ દિવસ વર્કિંગની રૂપરેખા આપવામાં આવી છે

જ્યારે અંતિમ નિર્ણય તો સરકારનો છે અને પસ્તાવો પર ભારતીય રિઝર્વ બેન્કની સાથે પણ ચર્ચા કરવામાં આવશે કારણ કે તે બેન્કિંગ કલાકો અને બેંકોનો ઇન્ટર્નલ કામકાજને નિયંત્રિત કરે છે અને તેના પર સરકારની કોઈ ઓફિશિયલ સમય મર્યાદા હોતી નથી.

બેંક કર્મચારીઓએ જણાવ્યું કે તેમને આ વર્ષના અંત અથવા 2025 ની શરૂઆતમાં સરકારની નોટિફિકેશન આવવાની આશા છે એક વખત મજૂરી મળ્યા બાદ શનિવારે નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ના સેક્શન 25

અંતર્ગત રજાઓ તરીકે માન્યતા આપવામાં આવે છે અને જો સરકાર પાંચ દિવસ વર્કિંગને મજૂરી આપશે તો કામકાજના સમયમાં 40 મિનિટનો વધારો થઈ શકે છે મતલબ કે 9 : 45 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો થઈ જશે ને બેંકોના કામકાજના ટાઈમને રીવાઈઝ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "હવે થયું ફાઇનલ, આ મહિનાથી બેંકોમાં થશે પાંચ દિવસ કામ,બેંક ખુલવાનો અને બંધ થવાના સમયમાં થશે બદલાવ,જાણો"

Leave a comment

Your email address will not be published.


*