સુરતમાં જવાનજોધ દીકરાનું મોત થતા પરિવારે અંગદાન કરીને માનવતા મહેકાવી… યુવક મરતા મરતા 4 લોકોને નવું જીવન આપતો ગયો…

Published on: 6:22 pm, Sat, 17 June 23

Surat Organ Donation: અત્યારે વાવાઝોડા દરમિયાન પણ લોકો ના અંગોનું દાન કરીને અન્ય લોકોને નવજીવન આપવામાં આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે દાનવીરો ની ભૂમિ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી આજે બીજું અંગદાન કરાયું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક અંગદાન(Organ Donation) થયું છે, આજે શહેરના કોસાડ આવાસ ખાતે રહેતા 28 વર્ષીય બ્રેઈન્ડેડ(brained) ગણેશ કેશવભાઈ પરમાર ની બે કિડની તથા બે ચક્ષુનું દાન કરાયું છે.

વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે ત્યારે રાજ્ય સરકાર લોકોના જાનમાલની સલામતી અને જીવન રક્ષા અને પ્રાથમિકતા આપી રહી છે. એ જ રીતે હાલ વાવાઝોડાની દહેશત વચ્ચે પણ સુરતમાં અંગદાન ની સરવાણી અટકી નથી એની આજે પ્રતીતિ થઈ છે. સુરતના કોસાડ આવાસ ખાતે 28 વર્ષીય ગણેશભાઈ કેશુભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતાં ગણેશને ઈજા થઈ હતી.

તારીખ 14 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 16 જુના રોજ રાત્રે 1:30 વાગે ન્યુરો ફિઝિશિયન સર્જન ડોક્ટર પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિ એ બ્રેઈન્ડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડીયા તથા કાઉન્સેલર નિર્મલા એ અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું.

સુરતમાં ભાઈ સાથેના ઝઘડામાં 28 વર્ષીય યુવકને ગંભીર ઇજા બાદ બ્રેઈનડેડ, બે કિડની અને ચક્ષુઓના દાનથી ચારને નવજીવન મળશે | After a 28-year-old man was seriously ...

જેથી ગણેશ ના માતા અને મામી એ અંગદાનની સંમતિ આપી હતી, આજે બપોરે બ્રેઈનડેડ ગણેશના બે કિડની તથા બે ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. બે કિડની અમદાવાદની આઈ.કે.ડી‌ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા.

બે કિડની થકી બે નવી જિંદગી તથા ચક્ષુ થકી આંખોની રોશની આપવાનું સેવા કાર્ય થયું હતું. નવી સિવીલના પ્રયાસો સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે 29 મું અંગદાન થયું છે. સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃતિ અથવા અંગદાન થકી જીવન દાનના મંત્રને સુરતવાસીઓએ સાર્થક કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં જવાનજોધ દીકરાનું મોત થતા પરિવારે અંગદાન કરીને માનવતા મહેકાવી… યુવક મરતા મરતા 4 લોકોને નવું જીવન આપતો ગયો…"

Leave a comment

Your email address will not be published.


*