સુરતમાં મોડીરાત્રે ઊંઘમાં સૂતેલી 4 વર્ષની માસુમ બાળકીને નરાધમ યુવક ઉઠાવીને લઈ ગયો, પછી માસુમ બાળકી સાથે કંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે..

Published on: 5:17 pm, Thu, 22 June 23

Surat, 4 year girl raped: સુરતમાં બનેલી એક હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે. સુરતમાં(Surat) માત્ર 4 વર્ષની બાળકી સાથે મોડી રાત્રે કાંઈક એવી ઘટના બની કે સાંભળીને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, માત્ર ચાર વર્ષની બાળકીને એક નરાધમ યુવકે હવસનો શિકાર(midnight 4 year girl raped in Surat) બનાવ્યો છે. બાળકીનું પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈડ પર રહે છે. રાત્રિના સમયે અહીં બધા સુતા હતા.

આ જગ્યા પર હવસખોરે બાળકી પર દુષ્કર્મ આચર્યું.

ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીનો રડવાનો અવાજ આવતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા. પરિવારના સભ્યોએ જાગીને જોયું ત્યારે દીકરી ઇજાગ્રતા હાલતમાં પડી હતી અને આ દ્રશ્યો જોઈને પરિવારના સભ્યો ધ્રુજી ઉઠ્યા હતા. ત્યાર પછી દીકરીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર માસુમ દીકરીને પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

બાળકીને ઓપરેશન થિયેટરમાં સર્જરી કરી આઈસીઓમાં દાખલ કરાઈ હતી. હાલમાં બાળકી બેભાન છે. આ ઘટનાને લઈને એસીપી દીપ વકીલે જણાવ્યું કે, આજરોજ સવારે ચાર વાગે સિવિલથી વર્ધી આવી હતી. જેથી પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, ચાર વર્ષની બાળકી સાથે ન બનવાની ઘટના બની છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસીયા હતા.

મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર સુરતમાં નવનિર્મિત બાંધકામ સાઈડ પર રહે છે અને અહીં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે જ્યારે પરિવારના સભ્યો સુતા હતા. ત્યારે બે વાગ્યાની આસપાસ ચાર વર્ષની દીકરીનો રડવાનો અવાજ આવતા જ પરિવારના સભ્યો ઉઠી ગયા હતા.

પરિવારના સભ્યોએ બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ 108 ની ટીમને કરવામાં આવી હતી અને બાળકીને 108 ની મદદ થી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવી હતી. હજુ પણ બાળકીની હાલત ખૂબ જ નાજુક છે અને તે બેભાન છે તેવું કહેવામાં આવી રહ્યું છે. દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કરનાર નરાધમ યુવક હજુ સુધી પકડાયો નથી અને તેની હજુ કોઈ પણ ઓળખ થઈ નથી.

હાલમાં તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નરાધમ યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે નરાદમ યુવક ઊંઘમાં સૂતેલી માસુમ બાળકીને ઊંચકીને લઈ જતો નજરે પડી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં મોડીરાત્રે ઊંઘમાં સૂતેલી 4 વર્ષની માસુમ બાળકીને નરાધમ યુવક ઉઠાવીને લઈ ગયો, પછી માસુમ બાળકી સાથે કંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે.."

Leave a comment

Your email address will not be published.


*