મમ્મી આમાં અમારો શું વાંક..? માતાએ પોતાના 3 બાળકો સાથે કુવામાં કૂદીને સુસાઈડ કર્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને હચમચીજશો…

Published on: 4:39 pm, Thu, 22 June 23

Uttar Pradesh, Mother suicide with children: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં કૂદીને સુસાઇડ(Suicide) કરી લીધું છે. આજરોજ સવારના સમયે ચારેયના મૃતદેહને કુવામાંથી બહાર(Uttar Pradesh Mother suicide jumping well with children) કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલાનો બુધવારના રોજ સાંજના સમયે તેના પતિ સાથે ઝઘડો થયો હતો. મહિલા પોતાના બાળકો અને પતિ સાથે મુંબઈ જવા માગતી હતી. પરંતુ તેના પતિએ મુંબઈ જવાની ના પાડી દીધી હતી.

આ વાતથી નારાજ થઈને મહિલાએ પોતાના બાળકો સાથે સુસાઇડનું પગલું ભર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી સામે આવી રહી છે. મહિલા પોતાના બે બાળકો અને એક દીકરી સાથે કૂવામાં કૂદી ગઈ હતી. આ કારણોસર ચારેયના મોત થઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે જ્યારે ગામના લોકોએ કુવામાં મૃતદેહને જોયા ત્યારે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ચારેયના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિ સોહન લાલે જણાવ્યું કે, હું મુંબઈમાં કામ કરું છું. હું એક અઠવાડિયા પહેલા ઘરે પાછો આવ્યો હતો. મારે એક બે દિવસમાં મુંબઈ પાછો જવાનું હતું. પત્ની પ્રેમિલા અને બાળકો સાથે મારી સાથે મુંબઈ જવા માગતા હતા. તેમને મને મુંબઈ સાથે લઈ જવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે મેં પ્રેમિલાને કહ્યું હતું કે બે-ત્રણ મહિના રોકાઈ જાઓ થોડાક પૈસા કમાયેલો પછી તમને લઈ જઈશ.

આ વાત કહેતા જ પ્રેમીલા મારાથી નારાજ થઈ ગઈ હતી. બુધવારના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ પત્નીએ મને કહ્યું હતું કે તેને દવા લેવા માટે માર્કેટમાં જવાનું છે. તેને મારી પાસે પૈસા માગ્યા હતા. ત્યારબાદ પત્ની ઘરેથી બહાર નીકળી ગઈ હતી પછી દસ મિનિટ બાદ હું તેની પાછળ ગયો હતો પરંતુ તે માર્કેટમાં મને કંઈ દેખાઈ નહીં.

ત્યારે મને એવું લાગ્યું કે તે દવા લઈને પાછી આવતી હશે, તેથી હું ઘરે પાછો ચાલ્યો ગયો હતો. રાત થઈ ગઈ છતાં પણ મારી પત્ની પ્રેમીલા અને મારા બાળકો ઘરે પાછા આવ્યા નહીં. તેથી અમે તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરિવારના સભ્યોએ આખી રાત ચારેયની શોધખોળ કરી હતી. બીજા દિવસે સવારે ગામના લોકોના ફોન કરીને જણાવ્યું કે, કૂવામાં ત્રણ બાળકોને એક મહિલાનું મૃતદેહ પડેલું છે. ત્યારબાદ હું પરિવારજનો સાથે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મારી પત્ની અને બાળકોનું મૃતદેહ કૂવામાં પડેલું હતું. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં તો જાણવા મળી રહ્યું છે કે આ સુસાઇડનો કેસ છે. પરંતુ પોલીસ સમગ્ર ઘટનાને લઈને યોગ્ય કાર્યવાહી કરશે અને ત્યારબાદ આગળનું પગલું કરશે. હાલમાં તો પોલીસ પોસ્ટ મોટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મમ્મી આમાં અમારો શું વાંક..? માતાએ પોતાના 3 બાળકો સાથે કુવામાં કૂદીને સુસાઈડ કર્યું… સુસાઇડ પાછળનું કારણ જાણીને હચમચીજશો…"

Leave a comment

Your email address will not be published.


*