જીજાએ પોતાના સાળા ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો, પછી જીજાએ પોતે પણ સુસાઈડ કરી લીધું… જાણો બંને વચ્ચે એવું તો શું થયું હશે..?

Published on: 1:12 pm, Tue, 13 June 23

Varanasi, murder and suicide case: આજરોજ બનેલી એક જીવ લેવાની(murder) અને સુસાઇડ(suicide) ની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક જીજાએ પોતાના સાળા ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ જીજાએ પોતાના ઉપર ગોળી ચલાવીને સુસાઇડ(murder and suicide case) કરી લીધું હતું. આ ઘટનામાં બંનેના કરુણ મોત થયા છે. આવું કરવા પાછળનું કારણ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે.

આ ઘટના બનતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. આ ઘટનાના કારણે એક મહિલાએ પતિ અને ભાઈ ગુમાવ્યો છે. હચમચાવી દેનારી ઘટના વારાણસી માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને ગામના લોકોનું કહેવું છે કે, સૌપ્રથમ જીજાએ સાળાનો જીવ લઈ લીધો પછી જીજો બાઈક લઈને ત્યાંથી ભાગી ગયો હતો.

પછી થોડીક દૂર આવેલી એક રેલ્વે લાઈન પર પહોંચ્યો હતો ત્યાં તેને પોતાના ગળા ઉપર ફાયરિંગ કરીને સુસાઇડ કરી લીધું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ ગામના લોકોએ પોલીસને કરી હતી. મળતી માહિતી અનુસાર 39 વર્ષીય દિનેશસિંહ સોમવારના રોજ સાંજના સમયે પોતાના સસરાના ઘરે પહોંચ્યા હતા. તેઓ અહીં રાત રોકાયા હતા.

જાણવા મળી રહ્યું છે કે મોડી રાત્રે દિનેશસિંહને તેના સસરા રાજેશ સિંહ અને સાળા ગોપાલસિંહ સાથે જમીનના મામલે વિવાદ થઈ ગયો હતો. ઘરમાં થયેલો ઝઘડાનો અવાજ બહાર પણ સંભળાતો હતો, જેના કારણે પડોશીઓ ત્યાં પહોંચી ગયા હતા ત્યારબાદ બંનેને સમજાવીને શાંત પાડ્યા હતા ત્યારબાદ પરિવારના બધા સભ્યો સૂઈ ગયા હતા.

ત્યારે આજરોજ સવારે ફરી એક વખત દિનેશે તેના સસરા અને સાળાને ગામની જમીન પોતાના નામે લખાવા દબાણ કર્યું હતું. ત્યાર પછી ફરી એક વખત બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ વખતે ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા દિનેશ પોતાની ગન કાઢીને ફાયરિંગ શરૂ કર્યું હતું. દિનેશ એ પોતાના સાળા ગોપાલ ઉપર ચાર વખત ફાયરિંગ કર્યું હતું.

જેમાંથી ત્રણ ગોળી ગોપાલને વાગી ગઈ હતી અને તે જમીન પર ત્યાં જડી પડ્યો હતો. ગોપાલ ઉપર ગોળીઓ ચલાવ્યા બાદ દિનેશ ત્યાંથી બાઈક લઈને ભાગી ગયો હતો. ત્યાર પછી તેને દૂર જઈને પોતાના ગળા ઉપર ગોળી ચલાવીને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જીજાએ પોતાના સાળા ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો, પછી જીજાએ પોતે પણ સુસાઈડ કરી લીધું… જાણો બંને વચ્ચે એવું તો શું થયું હશે..?"

Leave a comment

Your email address will not be published.


*