ગોંડલ: ગામના સરપંચના દીકરાએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું… સુસાઇડ કરવા પાછળનું કારણ…

Published on: 1:04 pm, Fri, 9 June 23

Gondal Suicide: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના(Suicide) બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક ગામના સરપંચના દીકરાએ ગળાફાંસો ખાઈને(Bandra Village Sarpanch Son Suicide) પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ યુવાને કયા કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું તે અંગે હજુ સુધી કોઈ પણ માહિતી સામે આવી નથી.

વિગતવાર વાત કર્યો હતો ગોંડલ તાલુકાના બાંદરા ગામના સરપંચના દીકરા પાર્થે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મળતી માહિતી અનુસાર પાર્થે ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે પાર્થના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાર્થે કયા કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સુસાઇડ પાછળનું કારણ જાણવાની પોલીસે યોગ્ય કામગીરી શરૂ કરી દીધી છે.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, પાર્થ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. પાર્થ ના પિતા છેલ્લા બે વર્ષથી ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દીકરા ઉપર એવી તો શું આફત આવી પડી હશે કે તેને આ પગલું ભર્યું. પરિવારના સભ્યો પણ વિચારમાં પડી ગયા છે કે પાર્થે આ પગલું કયા કારણોસર ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલ: ગામના સરપંચના દીકરાએ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું… સુસાઇડ કરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*