NEETની પરીક્ષામાં નપાસ થતા 21 વર્ષના વિદ્યાર્થીઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવું, નાનો ભાઈ મોટાભાઈ મળવા આવ્યો ત્યારે રૂમમાં…

Published on: 1:03 pm, Fri, 16 June 23

Rajasthan, Students commit suicide after failing NEET exam: આજકાલ સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઘણી વખત નાની-નાની વાતમાં સુસાઇડ(Suicide) જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. મોટેભાગના વિદ્યાર્થીનું સુસાઇડ પાછળનું કારણ પરીક્ષામાં નપાસ થવાનું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજસ્થાનના કોટામાં(Kota) એક વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું છે.

મળતી માહિતી અનુસાર 21 વર્ષનો રોશન નામનો વિદ્યાર્થી બિહારના સમસ્તથી ભણવા માટે કોટા આવ્યો હતો. તે અહીં મહાવીર નગરના ત્રીજા વિસ્તારમાં ભાડે રહેતો હતો. તાજેતરમાં જ રોશન NEETની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માટે નાપાસ થયો હતો. ગઈકાલે એટલે કે ગુરૂવારના રોજ સવારે કે દિલ્હીથી પરત ફર્યો હતો.

ત્યારબાદ મોદી સાંજે તેને પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે રોશનના કાકા અને ફુઆ દિલ્હીમાં રહે છે. રોશન તેમની પાસે ગયો હતો. ગુરૂવારના રોજ સવારના સમયે તે દિલ્હીથી કોટા આવી ગયો હતો. કોટા આવ્યા બાદ તેને ફોન રિસીવ કરવાના બંધ કરી દીધા હતા.

જેથી સંબંધીઓએ નાના દીકરા સુમનને રોશન પાસે જવાનું કહ્યું હતું. રોશન નો નાનો ભાઈ પણ ફોટામાં રહીને કોચિંગમાં અભ્યાસ કરે છે. સવારે 7:00 વાગ્યાની આસપાસ નાનો ભાઈ મોટાભાઈ ની રૂમ પર પહોંચ્યો હતો. જ્યારે નાનાભાઈ રૂમમાં જોયો ત્યારે મોટાભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પછી આ ઘટનાની જાણ થઈ હતી.

ત્યારબાદ નાનો ભાઈ દરવાજો તોડીને અંદર પહોંચ્યો હતો. અંદર તેને જઈને મોટાભાઈના મૃતદેહને નીચે ઉતારીને દવાખાને લઈ ગયો હતો. ત્યાં હાજર ડોક્ટરે રોશનને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. રોશન પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી.

ઘટનાની માહિતી મળતા સંબંધીઓ કોટા પહોંચી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા માં નપાસ થવાના કારણે મોટું પગલું ભરી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને રોશને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યો તેની ચોક્કસ માહિતી મેળવવાની પણ કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "NEETની પરીક્ષામાં નપાસ થતા 21 વર્ષના વિદ્યાર્થીઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવું, નાનો ભાઈ મોટાભાઈ મળવા આવ્યો ત્યારે રૂમમાં…"

Leave a comment

Your email address will not be published.


*