આવી અનોખી જાન તો પહેલા ક્યારેય નહીં જોઈ હોય… 51 ટ્રેક્ટર લઈને જ નહીં આવો લગ્ન મંડપે પહોંચ્યા, વરરાજા પણ પોતે ટ્રેક્ટર ચલાવીને… જુઓ વિડિયો…

Published on: 1:15 pm, Fri, 16 June 23

Rajasthan: હાલમાં દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરતા હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના લગ્નમાં એવું ખાસ કંઈક કરતા હોય છે જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ એક વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો જ નજારો જોવા મળ્યો જ્યાં 51 ટ્રેક્ટરમાં જાન નીકળી હતી.

આ વાયરલ વિડીયો રાજસ્થાનના બાડમેર નો કહેવામાં આવી રહ્યો છે. જ્યાં એક અનોખા વરઘોડા એ બધાને ચોંકાવી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 51 ટ્રેક્ટર પર સવાર થઈને જાનૈયાઓ દુલ્હનના ગામ માટે રવાના થયા છે. વીડિયોમાં વરઘોડો રસ્તા પર લગભગ એક કિલોમીટરની કતારમાં દેખાય છે, વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે.

ખાસ વાત એ છે કે વરરાજો પોતે પણ ટ્રેક્ટર ચલાવીને પોતાના સાસરે પહોંચ્યો છે, જોકે આ વિડીયો જૂનો છે પરંતુ તે ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. ખેડૂત પુત્રના અનોખા વરઘોડા નો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે જેના પર લોકો તેમના પ્રેમનો ભરપૂર વરસાદ કરી રહ્યા છે. આ અનોખા વરઘોડા ને જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ દુલ્હનને પણ ટ્રેક્ટર પર વિદાય આપવામાં આવી છે. ન્યુઝ એજન્સી ANIએ ગયા વર્ષે 9 જૂને આ વિડીયો શેર કર્યો હતો.

વિડીયો શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે રાજસ્થાન બાડમેર જિલ્લાના સેવાનિયાલાથી બોરવા ગામમાં એક વરરાજા તેની સરઘસમાં 51 ટ્રેક્ટર સાથે આવ્યો હતો. એક કિલોમીટર લાંબી બારાતમાં લગભગ 150 મહેમાનો હતા અને તેઓનો નેતૃત્વ વરરાજા દ્વારા કરવામાં આવ્યું હતું તે પોતે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. આ જાન જોઈને ગામના લોકો પણ આચાર્યચકિત થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવી અનોખી જાન તો પહેલા ક્યારેય નહીં જોઈ હોય… 51 ટ્રેક્ટર લઈને જ નહીં આવો લગ્ન મંડપે પહોંચ્યા, વરરાજા પણ પોતે ટ્રેક્ટર ચલાવીને… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*