મધ્યપ્રદેશમાં બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 7 લોકોના કરૂણ મૃત્યુ, 13 લોકો ઈજાગ્રસ્ત…

39

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અને અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ એ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે મધ્યપ્રદેશની(Madhya Pradesh) અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના(Uttar Pradesh) ગવાલિયર થી બરેલી(Gwalior to Bareilly) જઈ રહેલી બસ હાઇવે પર એક ડમ્પર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર 7 મુસાફરોના મૃત્યુ થયા છે આ ઉપરાંત 15 થી પણ વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલા આ લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર અકસ્માત ભીડ જિલ્લાના ગોહાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું છે. પોલીસ ની જાણકારી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોની ઓળખ થાય છે.

જેમાં 22 વર્ષીય રજત રાઠોડ, 20 વર્ષીય રાણી આદિવાસી, હિતેન્દ્ર તોમર, હરિઓમ, શિવમ ઉર્ફે પ્રશાંત, 26 વર્ષીય રાહુલ ના મૃત્યુ થયા છે. હજુ એક મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઇ શકી નથી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર હજુ પણ ચાર લોકોની હાલત ખુબ જ નાજુક છે. ટ્રક અને ડમ્પર વચ્ચે એટલો જબરદસ્ત અકસ્માત થયું કે બસના ભાંગીને ભુક્કો થઈ ગયો.

જ્યારે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થાય ત્યારે ટ્રક રોડની સાઈડમાં આવેલા ખાડાની અંદર પલટી ખાઇ ગયો હતો. જ્યારે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થાય ત્યારે ટ્રક રોડની સાઈડમાં આવેલા ખાડાની અંદર પલટી ખાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!