સુરતમાં રસ્તા પર ચાલીને જતા યુવકે સ્કૂલ બસની સામે કૂદીને સુસાઈડ કર્યું, યુવકનું તડપી તડપીને મોત…જુઓ સુસાઈડનો લાઈવ વીડિયો…

Published on: 11:12 am, Mon, 19 June 23

Surat Suicide CCTV: સુરતમાં બનેલી હે તો કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. સુરતના વરાછા બોમ્બે માર્કેટ(Varachha Bombay Market) પાસેની ઈશ્વરકૃપા સોસાયટી નજીક એક યુવકે સ્કૂલ બસની સામે કૂદીને(Suicide by jumping in front of bus) સુસાઇડ કરી લીધું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં(Surat Suicide CCTV) કેદ થઈ ગઈ હતી. રસ્તા પર શાંતિથી ચાલીને જતો યુવક સામેથી આવી રહેલી સ્કૂલ બસની સામે કૂદી ગયો હતો.

ચાલીને આવી રહેલો યુવકો.

જેના કારણે સ્કૂલ બસનો ડ્રાઇવર કાંઈ સમજે તે પહેલા તો બસ યુવકના શરીર ઉપરથી પસાર થઈ ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો અજાણ્યો યુવક કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે તેની કોઈપણ માહિતી હજુ સુધી સામે આવી નથી.

બસ નજીક આવતા દોટ મૂકી.

વિગતવાર વાત કરીએ તો રવિવારના રોજ બપોરના એકાદ વાગ્યાની આસપાસ આ હચમચાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક 25 વર્ષનો અજાણ્યો યુવક વરાછા બોમ્બે માર્કેટ નજીક ઈશ્વર કૃપા સોસાયટી પાસે ચાલીને જતો હતો. જીબ્રા ક્રોસિંગ તરફથી આવી રહેલા એક યુવકે સામેથી આવી રહેલી સ્કૂલ બસની સામે કૂદી ગયો હતો.

બસડ્રાઈવર કંઈ સમજે તે પહેલા તો નીચે સૂય ગયો.

જેના કારણે યુવકના શરીર ઉપરથી આખી સ્કૂલ બસ પસાર થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ 108 ને કરવામાં આવી હતી. પછી 108 ની મદદથી યુવકને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

અહીં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. યુવકે કયા કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં રસ્તા પર ચાલીને જતા યુવકે સ્કૂલ બસની સામે કૂદીને સુસાઈડ કર્યું, યુવકનું તડપી તડપીને મોત…જુઓ સુસાઈડનો લાઈવ વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*