સુરતમાં બે ઝડપી કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે રિબાઈ રિબાઈને મોત… અકસ્માત એટલો ગંભીર હતો કે…

Published on: 6:56 pm, Thu, 22 June 23

Surat New Ring Road Accident: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. મોટેભાગની અકસ્માતની(New Ring Road Accident) ઘટના ટ્રાફિક નિયમ પાલન ન કરવાના કારણે બની રહે છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક ભયંકર અકસ્માતની(Surat Accident Two People Die) ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં બે કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત આટલો ગંભીર હતો કે આ ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટનામાં બંને કારનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Image

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ ખડસદ રોડ પર નવા રીંગ રોડ ઉપર આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા કે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Image

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ હાથ ધરી હતી. ભયંકર અકસ્માતની ઘટના બની આવા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ તેમને પોલીસે કરી હતી.

પછી 108 ની મદદ થી ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ મોકલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પછી પતરું કાપીને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બંને કાર વધુ સ્પીડમાં હતી.

આ કારણોસર ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બે ઝડપી કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે રિબાઈ રિબાઈને મોત… અકસ્માત એટલો ગંભીર હતો કે…"

Leave a comment

Your email address will not be published.


*