સુરતમાં યુવકનું બાથરૂમમાં પડી જવાના કારણે મોત…પરિવારજનોએ અંગદાન કરી માનવતા મહેકાવી, 6 લોકોને નવજીવન મળ્યું… માત્ર 85 મિનિટમાં યુવકના હૃદયને…

Published on: 7:32 pm, Thu, 15 June 23

Surat, Organ donor: અત્યારે સોશિયલ મીડિયા પર ઓર્ગન ડોનર નું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત(Surat) શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી(Organ donor city) તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. હાલ વાવાઝોડા વચ્ચે સુરત થી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે, સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઈન્ડેડ(brained) 42 વર્ષીય દયાનંદ શિવજી વર્મા ના પરિવારે દયાનંદ ના હૃદય, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરીને છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.

હૃદય 298 કી.મી નું અંતર 85 મિનિટમાં કાપી મુંબઈ પહોંચ્યું હતું અને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ભરૂચમાં રહેતા દયાનંદ ફાઇબર યુનિટ ની કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. દયાનંદ 12 જુનના રોજ સવારે બાથરૂમમાં પડી જતા બેભાન થઈ ગયા હતા. પુત્ર રવિ અને દયાનંદ સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અજય કુમાર સિંગ તેને કોસંબામાં આવેલ એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

વધુ સારવાર માટે પરિવારજનોએ દયાનંદને 13 જૂનના રોજ સુરતની મૈત્રેય મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં 14 જૂનના રોજ તબીબોએ દયાનંદને મૃત જાહેર કર્યો હતો. દયાનંદના બ્રેઈન્ડેડ અંગેની જાણકારી મળતા ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી દયાનંદની પત્ની શાંતિ દેવી, પુત્ર રવિ કુમાર, દયાનંદના સાથે કર્મચારી ભીમ બહાદુર, અજય કુમાર સિંગ, યોગેન્દ્ર વર્મા ને અંગદાન નું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. દયાનંદ ની પત્ની શાંતિ દેવી એ જણાવ્યું હતું કે અમે ખૂબ જ સામાન્ય પરિવારના છીએ.

જીવનમાં કોઈપણ ચીજ વસ્તુઓનું દાન અમે કરી શકીએ તેમ નથી. આજે મારા પતિ બ્રેઈન્ડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી જેટલા પણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન કરવાની સંમતિ આપી હતી. સુરતની મૈત્રેય મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ થી મુંબઈનું 298 કિલોમીટર નું અંતર 85 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદય નું ટ્રાન્સલેટ બોરીવલી મુંબઈના રહેવાસી અને 65 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલ લીવર નું ટ્રાન્સપ્લાનટ ખંભાતના રહેવાસી 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની નું ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાત મંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે. હૃદય, લીવર અને કિડની સમયસર હવાઈ માર્ગે મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગને સુરજ શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 99 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. સુરત થી ડોનેટ લાઈફ દ્વારા રદય દાન કરવાની આ 47મી ઘટના છે. સુરત ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

સુરત થી દાન મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આંતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. અંગદાન ના ક્ષેત્રમાં સુરત એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતમાં અંગદાન કરવામાં આવેલા ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઇ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈ ની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરજ શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં યુવકનું બાથરૂમમાં પડી જવાના કારણે મોત…પરિવારજનોએ અંગદાન કરી માનવતા મહેકાવી, 6 લોકોને નવજીવન મળ્યું… માત્ર 85 મિનિટમાં યુવકના હૃદયને…"

Leave a comment

Your email address will not be published.


*