ખાણી પીણીની લારી ચલાવનાર વ્યક્તિના પુત્ર ધોરણ 12માં મેળવ્યા 98.77 પર્સન્ટાઈલ, ત્રણ કલાક વાંચીને મેળવી આવી સફળતા…

Published on: 4:18 pm, Thu, 9 May 24

મિત્રો આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં બે વિદ્યાર્થી એવા છે જે ખૂબ જ ચર્ચામાં છે જેનું નામ સુજલ દેવાણી અને રિશ્તા નંદાસણા છે.

રાજકોટના સુજલ દેવાણીએ માત્ર ત્રણ કલાકના રોજના વાંચન સાથે બોર્ડમાં 98.77 પર્સન્ટાઇલ અને 90 ટકા મેળવ્યા છે જ્યારે સામાન્ય પ્રવાહમાં બોર્ડ પ્રથમ આવેલી રિશ્તા નંદાસણા દ્વારા 99.98 પી.આર મેળવવામાં આવ્યા છે અને આપને જણાવી દઈએ કે સુજલ દેવાની ના પિતા રાજકોટમાં ખાણીપીણીની લારી ચલાવે છે

અને સુજલ પણ તેને મદદ કરે છે.તુજલનું કેવું છે કે માતા-પિતાને ભણવા માટે મને અલગ રૂમની વ્યવસ્થા કરી આપી અને હું રોજ શાળામાં છ કલાક ધ્યાન આપતો અને દરરોજ માત્ર ત્રણ કલાક જ અભ્યાસ કરતો ત્યારે પુત્રના ધોરણ 12 માં 90% આવતાં આખો દેવાની પરિવાર રાજીનો રેડ થઈ ગયો છે

અને પિતાએ કહ્યું કે મારી આર્થિક સ્થિતિ પહેલા સાવ નબળી હતી અને દીકરાને અમારા જેવો સંઘર્ષ ન કરવો પડે એટલે અમે મહેનત કરીએ છીએ.તેને ભણાવવા પર ધ્યાન આપીએ છીએ અને સુજલની સફળતા પાછળ મમ્મીની મહેનત અને કાકા નું માર્ગદર્શન છે અને સુજલ દીકરાનું સપનું છે

કે યુપીએસસી પાર પાડવું અને ધોરણ 12 માં ટોપ કરેલ રિશ્તા નંદાસણ એ જણાવ્યું કે તેની માતા લાલપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે અને પિતા એસ.ટી વિભાગમાં કંડકટર છે અને તે છ કલાક સ્કુલ અને હોસ્ટેલમાં રહીને વાંચન કરતી હતી અને આજે તો આ પરિણામ લાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાણી પીણીની લારી ચલાવનાર વ્યક્તિના પુત્ર ધોરણ 12માં મેળવ્યા 98.77 પર્સન્ટાઈલ, ત્રણ કલાક વાંચીને મેળવી આવી સફળતા…"

Leave a comment

Your email address will not be published.


*