વાવાઝોડાનું રુદ્ર સ્વરૂપ..! દ્વારકાના દરિયામાં ભારે પવન વચ્ચે રમકડાની જેમ બોટ ફંગોળાઈ ગઈ… જુઓ ઘટનાનો હચમચાવી દેનારો વિડિયો…

Published on: 7:07 pm, Thu, 15 June 23

The boat capsized amid strong winds: અત્યારે સોશિયલ મીડિયા પર વાવાઝોડાના(Biperjoy Cyclone) દ્રશ્યો ખૂબ જ સામે આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે અત્યારે એવો પવન ફૂંકાય છે કે બોટો રમકડાની જેમ ફંગોળાઈ જાય છે. ગુજરાતના દ્વારકા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની(Biperjoy Cyclone) અસર દેખાવા લાગી છે. હાલમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે, વાવાઝોડાની અસર ઓખા દરિયાના વિસ્તારોમાં શરૂ થ ગઈ છે.

દ્વારકાના ઓખા જેટીએ દરિયો ગાંડોતૂર બનતા બોટોને નુકસાન થવા લાગ્યું છે. બોટો ઊંધી વળતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બોટો જેટી નજીક લાંગરેલી હતી. દરિયો તોફાની બનતા અનેક બોટો ને નુકસાન પહોંચ્યું છે, દ્વારકામાં ઓખા કિનારા પર દરિયાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.

ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર વીજપોલ ધરાશાહી થયા છે. કોસ્ટલ ગાર્ડ ની ઓફિસ ની દિવાલો પણ તૂટી છે અને દરિયાના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. દ્વારકામાં તે જ પવનના કારણે કંપનીનો શેડ ઉખડીને બહાર પડ્યા છે, મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના ગેટ પાસે છાપરા ઉડ્યા હતા. છાપરા ઉડીને રોડ પર આવતા સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.

વાવાઝોડા ના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. ગામના રોડ રસ્તા દુકાનો બંધ જોવા મળી છે, લોકો પણ ઘરમાં જ રહીને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે. વાવાઝોડાના કારણે દ્વારકામાં ખૂબ જ નુકસાન થયું છે અને કેટલાક લોકોને દરિયાકિનારાના નજીકના વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાવાઝોડાનું રુદ્ર સ્વરૂપ..! દ્વારકાના દરિયામાં ભારે પવન વચ્ચે રમકડાની જેમ બોટ ફંગોળાઈ ગઈ… જુઓ ઘટનાનો હચમચાવી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*