સુરતમાં કાળ બનીને આવેલા ડમ્પરે નોકરી પરથી ઘરે જતા 3 યુવાનોને કચડી નાખ્યા, ત્રણેયના દર્દનાક મોત… એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 6:49 pm, Wed, 14 June 23

Three youths died in an accident in Surat: સુરતમાં(Accident in Surat) બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં કોઈપણ પ્રકારના રોકટોક વગર ચાલી રહેલા ટ્રકોના કારણે સતત અકસ્માતની ઘટનાઓ બની રહે છે. ઓવર સ્પીડમાં ચાલી રહેલા ટ્રકના કારણે છાશવારે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. જેના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો(Three youths died) વારો આવે છે.

ત્યારે હાલમાં એક કાળમુખા ડમ્પરના કારણે ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના માંડવી તાલુકામાં તડકેશ્વર ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે એક ડમ્પર ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પર મુકીને ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા માંડવી પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના કેવડિયા ગામ ખાતે રહેતા અને કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા ત્રણ યુવકો ગઈકાલે મોડી રાત્રે માંડવીના તડકેશ્વર ગામ નજીક એક કંપનીમાંથી નોકરી કરીને ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણેય યુવકો રોડ ઉપર પડકાયા હતા. આ કારણોસર ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ભાગવાની તૈયારીમાં બાઇકને 100 મીટર સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો અને પછી ડમ્પર ચાલે કે ડમ્પર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

એક જ ગામના ત્રણ યુવકોના મોત થતા ગામમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં વિપુલ ચૌધરી, શંકરભાઈ ચૌધરી અને પિયુષ મુકેશભાઈ ચૌધરી નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલો વિપુલ ચૌધરી પરિવારનો એકનો એક કમાવનાર વ્યક્તિ હતો.

બે મહિના પહેલા જ વિપુલ ચૌધરી ના લગ્ન થયા હતા. જ્યારે મૃત્યુ પામેલા શંકરભાઈ ચૌધરી પરિવારના એકના એક દીકરા હતા અને તેમના મૃત્યુના કારણે નવ વર્ષના અને સાત વર્ષના બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે મૃત્યુ પામેલા પિયુષ મુકેશભાઈ ચૌધરીના પણ બે મહિના પહેલા જ લગ્ન થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં કાળ બનીને આવેલા ડમ્પરે નોકરી પરથી ઘરે જતા 3 યુવાનોને કચડી નાખ્યા, ત્રણેયના દર્દનાક મોત… એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*