સુરતમાં એક યુવકને ઝાડની નીચે ઉભા રહીને વાત કરવી ભારે પડી ગઈ, ભારે પવન આવતા અચાનક જ કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 4:36 pm, Wed, 14 June 23

Biparjoy storm: બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા બે દિવસથી દેખાઈ રહી છે. પવનની ગતિ સતત વધવાના કારણે શહેરમાં વૃક્ષ પડવાની(Tree falling) ઘટનાઓ પણ ખૂબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં અલગ અલગ શહેરમાં ઘણા બધા વૃક્ષ ધરાશાય થઈ ગયા છે. ત્યારે સુરતમાં(Surat) બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક વૃક્ષ પડતા ફોનમાં વાત કરી રહેલો વ્યક્તિ વૃક્ષની નીચે દબાઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો સુરતના આંજણા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી રહી છે. અહીં એક વ્યક્તિ ઝાડની નીચે ઉભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ પવન નો વેગ વધવાના કારણે મોટું વિશાળ ઝાડ નીચે પડ્યું હતું. જેના કારણે નીચે ઉભો રહીને ફોન પર વાત કરી રહેલો વ્યક્તિ ઝાડની નીચે દબાઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને બધાએ મળીને યુવકને ઝાડની નીચેથી બહાર કાઢ્યો હતો.

આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફોન પર વાત કરતો કરતો બુલેટ પાસે આવીને ઉભો રહે છે અને ત્યાર પછી તે બુલેટ પર બેસીને ફોન પર વાત કરવાનું શરૂ રાખે છે. ત્યારે તે ઉપર જોવે છે ત્યારે તેના ઉપર એક મોટું ઝાડ પડતું તેને નજરે પડી રહ્યું છે.

એટલે તે જરાક દૂર હટી જાય છે. જેના કારણે તે ઝાડની નીચે સંપૂર્ણ રીતે દબાઈ ગયો ન હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ દરેક લોકો માટે એક જ ચેતવણી રૂપ છે. હાલમાં જ્યાં સુધી વાવાઝોડાની અસર છે ત્યાં સુધી ઝાડ અને થાંભલા નીચે ન ઉભું રહેવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં એક યુવકને ઝાડની નીચે ઉભા રહીને વાત કરવી ભારે પડી ગઈ, ભારે પવન આવતા અચાનક જ કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*