સુરતમાં ફરી એકવાર એસટી બસે લીધો જીવ : કાપોદ્રા વાળા બ્રિજ પર ટુ વ્હીલર ચાલકને કચડતા તેનું ઘટના સ્થળે મોત

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ઘટના અકસ્માતની સામે આવી છે અને એક યુવાન બાઈક પસાર થઈ રહ્યો હતો ત્યારે બસ ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે જે બાદ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા

અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં એક યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો

અને તે દરમિયાન પાછળથી પૂર પાટ ઝડપે આવતા એસટી બસના ચાલકે બાઈકને અડફેટે લેતા તેના માથાના ભાગ સહિત અન્ય જગ્યાએ ગંભીર ઈજા પહોંચી હતી જે બાદ યુવકનું ઘટનાસ્થળ પર કમ કમાટી ભર્યું મોત થયું હતું

અને જે બાદા ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા જેમને પોલીસ તથા 108 ની ટીમને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે અકસ્માતની નોંધ લઇ આ અંગે

મૃતકના પરિવારને જાણ કરી હતી અને ત્યારે મૃતકના પરિવારે અંગે જાણ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને પરિવારના સભ્યોનું હયાફાટ રૂદન જોવા મળ્યું હતું અને બસ ચાલક સામે ભારોભાર રોષ પણ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*