કેસર કેરીના ભાવમાં થયો બમ્પર ઘટાડો, રાજ્યની યાર્ડમાં કેરીની થઈ ઢગલાબંધ આવક,જાણો એક મણ કેરીનો ભાવ…

Published on: 11:01 am, Thu, 9 May 24

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે નવસારી જિલ્લાને બાગાયતી ખેતી માટેનું કેન્દ્ર ગણવામાં આવે છે. આ વિસ્તારને કેરીના ઉત્પાદન માટે ગણવામાં આવે છે અને નવસારી એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની કેરી લઈને આવતા હરાજી શરૂ થઈ હતી

ત્યારે જાણો કે કેરીની આવક કેટલી છે અને ખેડૂતોને શું ભાવ મળ્યો છે.મિત્રો કેસર કેરીના પ્રથમ તબક્કાના ભાવ 1215 રૂપિયાથી લઈને 20060 સુધી બોલાયા હતા અને દેશી કેરીના 600 થી 900 રૂપિયા સાથે હાફૂસ કેરીના ભાવ બતાવીએ

તો તેના 1250 થી 1450 રૂપિયા બોલાયા હતા.રાજાપુરી નો 650 થી 775 જ્યારે બદામ કેરીનો 455 થી 865 અને યાર્ડમાં લગભગ 1406 મણ જેટલી કેરીની આવક થઈ હતી અને માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ભાવ ઘટતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.

હવામાન વિભાગની આગાહીના કારણે કેરી ઉતારવાની કામગીરી સમયસર કરવામાં આવી હતી ત્યારે નવસારી એપીએમસી સહિત જિલ્લાની તમામ એપીએમસીમાં કેરીની હરાજીની શરૂઆત થતા ખેડૂતો તેમજ વેપારીઓમાં આનંદ છવાઈ ગયો છે અને ઉલ્લેખનીય છે કે આજે યાર્ડમાં આવેલી કેરીનો ભાવ ગત બે દિવસના ભાવ કરતાં 400 રૂપિયા ઓછો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કેસર કેરીના ભાવમાં થયો બમ્પર ઘટાડો, રાજ્યની યાર્ડમાં કેરીની થઈ ઢગલાબંધ આવક,જાણો એક મણ કેરીનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*