સુરતના કળયુગી દીકરાના કારણે માં બાપે કર્યો આપઘાત, દેવું કરીને દીકરાને વિદેશ મોકલ્યો અને પછી તેને રઝલતા મૂક્યા…

Published on: 10:46 am, Thu, 9 May 24

આજકાલ યુવાનોને વિદેશ જવાનો ક્રેઝ ઉભો થયો છે. માતા-પિતા બાળકોની ઈચ્છાઓને માન આપીને વિદેશ મોકલવા માટે તમામે તમામ પ્રયત્નો કરતા હોય છે અને હાલમાં સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે

જેમાં મા-બાપે પુત્રને પોતાના સપના સાકાર કરવા માટે વિદેશ મોકલ્યો અને કળયોગી પુત્ર એ વિદેશ પહોંચ્યા બાદ મા બાપ સાથે સાવ સંબંધ તોડી નાખ્યા.પુત્ર સંબંધ તોડતા મા-બાપ આઘાત લાગ્યો અને તેઓએ આપઘાત કરી લીધો.

મળતી માહિતી મુજબ સુરતના સરથાણામાં ચુનીભાઇ ગેંડીયા તેમની પત્ની સાથે આપઘાત કર્યો છે અને આપઘાતનું કારણ માત્ર એટલું છે કે વિદેશ ગયેલા પુત્ર એ મા-બાપને રજળતા મૂક્યા હોવાનું સામે આવ્યું છે.

મા બાપે પોતાને ભણાવી ગણાવીને દેવું કરીને વિદેશ મોકલ્યો અને પુત્ર એ મા બાપની એક વાર સામું પણ ન જોયું અને તે જ પરિસ્થિતિના કારણે આઘાતમાં આવતા મા બાપે આ પગલું ભર્યું છે.આપઘાત પહેલા તેમને સુસાઇડ નોટ લખી

અને તેમાં કેનેડા સ્થાયી પુત્રના દેવાનું વ્યાજ ચૂકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્ર વધુમાં આભાર વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે મને મારા સંબંધીઓ સહિતના લોકોએ રૂપિયા આપ્યા હતા અને તેઓએ ક્યારેય મારી પાસે ઉઘરાણી નથી કરી

પરંતુ મારે તેમને રૂપિયા આપવાના છે અને હું કમાતો નથી એટલે ક્યાંથી આપુ. મને શરમ આવતી હતી કે હું શું કરું અને મારાથી સહન ન થયું એટલા માટે હું આપઘાત કરું છું. તેઓએ આગળ લખ્યું કે દીકરા અમને તું ભૂલી ગયો પરંતુ હું મારા પોત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના કળયુગી દીકરાના કારણે માં બાપે કર્યો આપઘાત, દેવું કરીને દીકરાને વિદેશ મોકલ્યો અને પછી તેને રઝલતા મૂક્યા…"

Leave a comment

Your email address will not be published.


*