આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! માં-દીકરા સહિત 3 લોકોના દર્દનાક મોત… વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 5:20 pm, Wed, 14 June 23

Nainital Highway Accident, 3 people died: સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સોમવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માત(Accident)ની ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે વિડીયો જોઈને કાળજુ કંપી ઉઠશે.

આ અકસ્માતની ઘટના સોમવારના રોજ બરેલીના દેવરીયાના વિસ્તારમાં નૈનીતાલ હાઇવે ઉપર બની હતી. અહીં ટ્રેક્ટર અને ટેમ્પા વચ્ચે ટક્કર જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટેકટર ની ટક્કર થતાં જ ટેમ્પામાં સવાર એક માસુમ બાળક 30 ફૂટ દૂર જઈને રોડ ઉપર ભટકાયો હતો. આ ઘટનામાં ટેમ્પા ચાલક અને માતા પુત્રનું મોત થયું હતું.

જ્યારે પરિવારના અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બરેલી-નૈનીતાલ હાઇવે પર સેમીખેડા પાસે બની હતી. અહીં રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટર એ સામેથી આવતા ટેમ્પાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પામાં સવાર માતા અને દીકરા અને ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

આ સમગ્ર ભયંકર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભયંકર અકસ્માતની ઘટનાના કારણે બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મૃત્યુ પામેલો ટેમ્પો ચાલક ટેમ્પો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે પતિની નજર સામે પત્ની અને માસુમ દીકરાઓનું મોત થતા પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવો ભયંકર અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય..! માં-દીકરા સહિત 3 લોકોના દર્દનાક મોત… વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*