ઝડપી ટ્રક ચાલકે આગળ જતા બાઈક સવાર યુવકને કચડી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

Published on: 7:05 pm, Wed, 7 June 23

Rajasthan accident: દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ઘણી વખત અકસ્માતની(Accident) ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ(Rajasthan accident CCTV footage) સામે આવી રહ્યા છે.

આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઝડપી ટ્રક ચાલકે બાઈક સવારે યુવકને કચડી નાખ્યો હતો. આ ઘટનામાં બાઈક સવાર યુવકના પગ ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઝડપાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના રાજસ્થાન(Rajasthan) કોટામાંથી સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર ગુડ્ડુ નામનો વેપારી સવારે બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન સવારે 9.20 વાગ્યાની આસપાસ એમબીએસ રોડ ઉપર નવા બનેલા બસ સ્ટેશનની સામે એક ઝડપી ટ્રક ચાલકે ગુડ્ડુને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં ગુડ્ડુ ના પગ ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી ઈજાગ્રસ્ત હાલતમાં ગુડ્ડુને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં ગુડ્ડુની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યો છે કે ટ્રક ચાલક દારૂના નશામાં ટ્રક ચલાવી રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી ટ્રક ચાલકે આગળ જતા બાઈક સવાર યુવકને કચડી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*