અમદાવાદમાં PSIનું ચાલુ ફરજ પર હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન, પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો… ‘ઓમ શાંતિ’

Published on: 5:12 pm, Tue, 27 June 23

Ahmedabad, PSI dies of heart attack: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં વધુ એક હાર્ટ એટેક(heart attack) આવવાના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમદાવાદ જિલ્લાના પોલીસ કર્મચારીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત(PSI dies of heart attack) થયું છે.

માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ચાલુ ફરજ પોલીસ કર્મચારીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ કલાલને આજરોજ સવારે હાર્ટ એટેક આવ્યો હતો.

ત્યારબાદ કલ્પેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે કલ્પેશભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. કલ્પેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં માતમ છવાઈ ગયો હતો.

PSI કલ્પેશભાઈનું નિધન થતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં આપેલા પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં ગત 15 જૂનના રોજ પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશી નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. મળતી માહિતી અનુસાર ASI અનિલ જોશી વાવાઝોડા દરમિયાન ફરજ પર હતા.

આ દરમિયાન મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસ કર્મચારીને હાર્ટ એટેક આવતા જ તેમનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે પોલીસ કર્મચારીનું મોત થયું હતું અને પોલીસ બેડામાં માતમ ખોવાઈ ગયો હતો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે.

ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ગરબા રમતી વખતે ડાન્સ કરતી વખતે બેઠા બેઠા અથવા તો જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોતની ઘટનાઓ બનતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં PSIનું ચાલુ ફરજ પર હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન, પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો… ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*