રાજકોટમાં 25 વર્ષની પરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો યુવતીને એવું તો શું થયું હશે કે તેને…

Published on: 5:26 pm, Tue, 27 June 23

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ પુનિતનગર વિસ્તારમાં રાધિકા ભાવિકભાઈ વસોયા નામની પરણીતા એ ગઈકાલે રાત્રિના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

રાધિકાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત શા કારણથી કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી રાજકોટ તાલુકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વિગતવાર જાણીએ તો રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર આવેલા પુનિતનગર ની પાછળ સુખસાગર સોસાયટીમાં રાધિકાબેન ભાવિકભાઈ વસોયા તેમના પતિ, સાસુ સસરા અને દિયર સાથે રહેતા હતા.

ગઈકાલે રાત્રિના 12:00 વાગ્યે પરિવારના અન્ય સભ્યો સૂતા હતા અને રાધિકા પોતાના રૂમમાં હતી જ્યારે તેમના પતિ એપાર્ટમેન્ટમાં નીચે બેઠા હતા. પતિએ ઘરે પહોંચી રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ રાધિકાએ દરવાજો ખોલ્યો ન હતો.

આ પછી અનેક વખત દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા દરવાજો તોડી ઘરના સભ્યોએ અંદર જોતા રાધીકા પંખા સાથે બાંધેલી શાલથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડતા ત્યાં હાજર તબીબ ડોક્ટર કૃપાલી કોટડીયાએ રાધિકાને તપાસીને તેને મૃત જાહેર કરી હતી.

આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ આપઘાતનું કારણ પરિવાર પણ જાણતો ન હોવાથી ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં 25 વર્ષની પરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો યુવતીને એવું તો શું થયું હશે કે તેને…"

Leave a comment

Your email address will not be published.


*