વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત..! રાજકોટમાં કાર ડ્રાઇવિંગ શીખવાડતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત…હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

Published on: 5:43 pm, Thu, 13 July 23

Heart attack incident in Rajkot: સોશિયલ મીડિયા પર આજકાલ હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી રાજકોટ(Rajkot) સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના(Heart attack) બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં કાર ડ્રાઇવિંગ શીખવતી વખતે હાર્ટએટેક આવ્યો હતો. જ્યાં સ્થાનિકોએ એમ્બ્યુલન્સ ને બોલાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ચંદુલાલ નામના વ્યક્તિનું હાર્ટએટેક થી ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. હાર્ટએટેક ના વધતા કેસ પર અમદાવાદના ડોક્ટર તેજસ પટેલ નો ખુલાસો સામે આવ્યો છે.

તેમણે જણાવ્યું કે હાર્ટએટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયો છે. તેમજ કોરોના બાદ હાર્ટએટેક ના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથિ બંધાઈ છે. તેમજ વેક્સિનના કારણે હાર્ટએટેક આવતો નથી, વધુમાં કહ્યું કે છેલ્લા દસ વર્ષથી યુવાનોમાં હાર્ટએટેક ના કેસ જોવા મળે છે. પહેલા 55 થી 60 વર્ષે હાર્ટએટેક આવતા હતા, તેમજ સમય જતા 50 વર્ષના લોકોને હાર્ટએટેક આવવા લાગ્યા છે.

અત્યારે 30 થી 35 વર્ષના લોકોને પણ હાર્ટએટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ ત્રણ થી ચાર ગણું વધી ગયું છે. ખોરાકની પેટન સારી ન હોવાથી હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે, તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50 થી 70% કેસમાં હાર્ટએટેક નો ખ્યાલ અગાઉથી આવી જાય છે, 30 ટકા લોકોને અગાઉથી હાર્ટએટેક આવવાનો ખ્યાલ આવતો નથી.

કોરોના સ્પેશિયાલિસ્ટ એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ્ટ રહેતું હોય એવું બને તો હાર્ટએટેક આવી શકે. વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો, તો હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે. આનું એક જ સોલ્યુશન છે, છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે છે. જેમાં ચરબી નું પ્રમાણ લોહીની ઘટ્ટ છે કે નહીં તે જોતું રહેવું પડે, રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો થવો જોર જોરથી નસકોરા બોલાવા તેમજ ઘણીવાર ઊંઘ તૂટવી, છાતી પર દબાણ લાગવું અને છાતી પર કોઈએ અચાનક જ ભાર મૂકી દીધો હોય તેવું ફિલ થવા લાગે છે. માથું, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતનો કોઈપણ કારણ વિના સતત દર્દ અનુભવાય છે. ડાબી તરફથી પાસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો થવો અને બાદમાં આપમેળે દુખાવો બંધ થઈ જવો, છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો એ બધા હાર્ટએટેક આવવાના લક્ષણો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત..! રાજકોટમાં કાર ડ્રાઇવિંગ શીખવાડતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત…હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*