પાણીપુરી ખાવાના શોખીન લોકો થઈ જાઓ સાવધાન..! 18 વર્ષની યુવતીનું પાણીપુરી ખાધા બાદ કરુણ મોત… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 5:13 pm, Thu, 13 July 23

Girl dies after eating Panipuri: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો સામે આવી રહ્યા છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક અકસ્માત નાગપુરમાંથી સામે આવ્યો છે, નાગપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો. એક મેડિકલ કોલેજની 18 વર્ષની બીએસસી નર્સિંગ વિદ્યાર્થીની નું મોત(Girl dies) થયું છે.

તેણે દિવસ દરમિયાન પાણીપુરી ખાધી હતી, થોડા કલાકો પછી તેની તબિયત બગડીયા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. થોડા સમય સારવાર ચાલ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું, પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીની નું નામ શીતલ છે.

જમ્મુ નજીકના કઠુઆની શીતલ ગત વર્ષે નવેમ્બરમાં નર્સિંગ ની તાલીમ માટે નાગપુર આવી હતી. એ અહીં હોસ્ટેલમાં રહેતી હતી, 3 જુલાઇની રાત્રે શીતલને ઉલટી થઈ અને બીજા દિવસે તે બીમાર પડી હતી. પેટનો દુખાવો ઓછો ન થતા તેને ડોક્ટરે દાખલ થવા કહ્યું પરંતુ તેણે ના પાડી.

રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીની એ ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લીધી અને તે હોસ્ટેલમાં તેના રૂમમાં પાછી ફરી હતી. પાંચમી જુલાઈ એ તેને તાવ આવ્યો, જેના કારણે તે ફરી ઓપીડી માં ગઈ. વિદ્યાર્થીની ની બીમારી ના લક્ષણો ગેસ્ટ્રોના હતા, જેના કારણે સારવાર શરૂ કરવામાં આવી હતી.

તે જ દિવસે શીતલ ની તબિયત બગડતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. શું આ ઘટનાનું કારણ પાણીપુરી ખાવું હતું ? એ પાણીપુરી નું પાણી ઝેરી કેમ થઈ ગયું ? તેવા સવાલો ઉઠ્યા છે.

મૂળ જમ્મુ અને કાશ્મીરની વિદ્યાર્થીનીના મૃત્યુની પુષ્ટિ કરતા, કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે પાણીપુરી ખાધા પછી તેની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે શીતલની રૂમમેટે તેની હાલત જોઈ તો તે ચોકી ગઈ, તેને તાત્કાલિક વોર્ડ નંબર એકમાં મોકલવામાં આવી. આ ઉપરાંત શીતલની અન્ય એક મિત્રમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા હતા અને તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીપુરી ખાવાના શોખીન લોકો થઈ જાઓ સાવધાન..! 18 વર્ષની યુવતીનું પાણીપુરી ખાધા બાદ કરુણ મોત… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*