તારો ડોહો પડવો સો..! યુવક કસરત કરવા માટે રસ્તા ઉપર એવી જગ્યાએ ચડી ગયો કે… વીડિયો જોઈને તો ઘડીક રુવાડા બેઠા થઈ જશે…

Published on: 7:27 pm, Thu, 22 June 23

Young Man Push-Ups On Signboard Viral Video: અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. જ્યારે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, ત્યારે આખી દુનિયા યોગ કરી રહી છે અને સોશિયલ મીડિયા પર યોગ કરતા ઘણા બધા વિડીયો પણ વાયરલ(Viral Video) થયા છે. પરંતુ હાલ એક એવો વિડિયો પણ વાયરલ થયો છે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે.

કારણ કે વીડિયોમાં એક ભાઈ રસ્તા પર લગાવેલા સાઈનબોર્ડ પર કસરત કરી રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પુશઅપ કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સ્ટાઇલ અને પુશઅપ કરવાની જગ્યા દરેક થી અલગ છે. તે આ કારનામાં કોઈ જીમ કે પાર્કમાં નહીં પરંતુ રોડ પર એક ઉંચા સાઈનબોર્ડ પર કરતો જોવા મળે છે.

તેના આ પરાક્રમને જોઈને કેટલાક લોકોએ કહ્યું ચોક્કસ તે નશામાં હશે અને કેટલાકે કહ્યું કે આવા તેજસ્વી લોકો. આ વિડીયો 30 એપ્રિલ ના રોજ ઈન્સટ્રાગ્રામ હેન્ડલ @sambalpuri_mahani._ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ રોડ પર એક ઉંચા સાઈનબોર્ડ પર પુશઅપ કરતો જોવા મળે છે. રોડ પર પસાર થતા લોકોની નજર તે વ્યક્તિ પર પડી ત્યારે બધા ત્યાં ઊભા રહી ગયા અને તેનું પરાક્રમ જોવા લાગ્યા. કેટલાક લોકોએ વ્યક્તિના વિચિત્ર કૃત્ય નો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

કહેવામાં આવી રહ્યું છે કે ઘટના ઓડિશાના બોલાંગીર જિલ્લાના પટના ગઢ શહેરની છે. જોકે આ ઘટના ક્યારે બની તેની પુષ્ટિ થઈ નથી અને આ ચોંકાવનારી ક્લિપને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તારો ડોહો પડવો સો..! યુવક કસરત કરવા માટે રસ્તા ઉપર એવી જગ્યાએ ચડી ગયો કે… વીડિયો જોઈને તો ઘડીક રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*