વાહ ભાઈ વાહ… બસ ચાલકે રસ્તા પર એક સાઇકલ ચાલકની એવી મદદ કરી કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 12:04 pm, Fri, 16 June 23

Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા(Social Media) પર ઘણી વખત ઈમોશનલ(Emotional) વિડીયો જોઈને આપણી આંખો માં આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જે ઈમોશનલ વિડીયો(Emotional Video) સોશિયલ વડીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરતો નજરે પડી રહ્યો છે,

જેને જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો પણ ભાવો થઈ ગયા છે. વીડિયોમાં તમે એક વ્યક્તિના મદદ કરવાની રીત ને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો સામાન્ય રીતે તો તમે રસ્તા ઉપર ઝડપથી દોડતા વાહનોને જોયા હશે. પરંતુ કેટલાક ગરીબ લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ત્રણ ટાયરની સાઇકલ ચલાવતા નજરે પડતા હોય છે.

કેટલાક લોકો ત્રણેય ટાયરની સાયકલમાં મુસાફરોને બેસાડીને રોજગારી મેળવતા હોય છે. જ્યારે કેટલાક લોકો ત્રણેય ટાયરની સાયકલમાં ભારે ભારે સામાનની હેરફેર કરીને રોજગારી મેળવતા હોય છે. મિત્રો જ્યારે પણ આવા ભારે સામાન વાળી વસ્તુઓની હેરફેર કરવામાં આવે ત્યારે ચડાણ વાળી જગ્યા ઉપર ભારે તાકાત લગાવી પડતી હોય છે.

આવા અનેક વિડીયો તમે જોયા હશે જેમાં કેટલાક બાઈક સવાર યુવકો આવા ગરીબ લોકોની મદદ કરતા હોય છે. હાલમાં એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બસ ચાલક ત્રણ ટાયર ની સાયકલ ચલાવતા ગરીબ વ્યક્તિની મદદ કરતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બસનો ડ્રાઇવર ધીમેથી ત્રણ ટાયરની સાયકલને પાછળથી ધક્કો લગાવે છે.

જેના કારણે સાયકલ ચાલકને આગળ વધવામાં ઘણી બધી મદદ મળે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ હૃદયદ્રાવક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વીડિયો જોઈને લોકો બસ ચાલકના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાહ ભાઈ વાહ… બસ ચાલકે રસ્તા પર એક સાઇકલ ચાલકની એવી મદદ કરી કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*