આ નો સુધરે..! બાપાનો બગીચો હોય તેમ કપલ એક દિલ્હી મેટ્રો ટ્રેનમાં એવી એવી હરકતો કરી કે… વીડિયો જોઈને બાટલો ફાટી જશે…

Published on: 7:39 pm, Thu, 22 June 23

Delhi Metro Viral video: અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ(Viral video) થાય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણી વખત એવા શરમજનક વિડીયો વાયરલ થતા હોય છે. આવા જ વિડીયો દિલ્હી(Delhi) માંથી ખૂબ જ સામે આવી રહ્યા છે, દિલ્હીમાં મેટ્રોમાં(Couple romance in Delhi metro train) અમુક યાત્રીઓની અજીબો ગરીબ હરકતોને કારણે દિલ્હી મેટ્રો મોટાભાગે ચર્ચામાં રહે છે.

DMRC ની ચેતવણી છતાં અમુક લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. ક્યારેક કોઈ મેટ્રોમાં રિલ્સ બનાવતા જોવા મળે છે તો ક્યારેક કોઈ અતરંગી કપડા પહેરીને મુસાફરી કરતા જોવા મળે છે. હવે એક નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં મેટ્રો કોચ ની અંદર એક કપલ ઈન્ટીમેટ થતું જોવા મળી રહ્યું છે.

સીટ પર બેઠેલી આ કપલ એકબીજાને કિસ કરતું જોવા મળી રહ્યું છે. પોસ્ટને શેર કરનારા ટ્વીટર યુઝરે કેપ્શન માં લખ્યું દિલ્હી મેટ્રોની યલો લાઈનો નજારો. યુઝર ની પોસ્ટ વાયરલ થયા બાદ DMRCએ કહ્યું હેલો કોઈપણ અસુવિધા માટે ખેદ છે. હુડા સીટી સેન્ટરમાં તપાસ કરવામાં આવી અને આવું કોઈ યાત્રી નથી મળ્યું.

જોકે આ પહેલો મામલો નથી, આ પહેલા મેટ્રોમાં બિકિની પહેરીને એક યુવતીને સફર કરતા જોવામાં આવી હતી. મેટ્રો કોચમાં કિસ કરવી, ડાન્સ કરવો, લડાઈ ઝઘડો જેવી વાતો સામાન્ય થઈ ગઈ છે. આવા મોટાભાગે કેસ જોવા મળે છે, એક યુઝરે કોમેન્ટ કર્યું કે લોકો નહીં સુધરે. અન્ય એક યુઝરે તેના પર કોમેન્ટ કરીને લખ્યું કે DMRC બોલવાનું બંધ કરી એક્શન લેવાનું ચાલુ કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ નો સુધરે..! બાપાનો બગીચો હોય તેમ કપલ એક દિલ્હી મેટ્રો ટ્રેનમાં એવી એવી હરકતો કરી કે… વીડિયો જોઈને બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*