હવે તો ભારે કરી છો હો..! ગાયનો પીછો કરતો આખલો ઘરના ધાબા પર ચડી ગયો, પછી તો એવી જોવા જેવી થઈ કે…જુઓ વાયરલ વિડિયો

Published on: 5:20 pm, Thu, 8 June 23

Uttar Pradesh, Bull Viral Video: સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રખડતા ઢોરના ત્રાસના ઘણા અવારનવાર વિડિયો તમે સોશિયલ મીડિયા પર જોતા હશો. ત્યારે હાલમાં એક આખલાનો(Bull Viral Video) વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે આખલો એક ઘરના ધાબા ઉપર ઉભેલો નજરે પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો પીલીભીતના(Pilibhit) એક ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે રખડતો આખલો એક ગાયનો પીછો કરતા કરતા ઘરના ધાબા ઉપર ચડી ગયો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘરના પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ રેસ્ક્યુ કરીને આખલાને ઘરના ધાબા ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. પછી ઘરના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરના ધાબા ઉપર આખલો ઉભેલો નજરે પડી રહ્યો છે.

જ્યારે સ્થાનિક લોકોએ આ દ્રશ્યો જોયા ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પછી તો આખલાને નીચે ઉતારવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા સમય સુધી આખલો ઘરના ધાબા ઉપર ઉભો રહ્યો પછી તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આખલો એક ગાયની પાછળ પાછળ અહીં ધાબા ઉપર ચડી ગયો હતો. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પીલીભીતનો આ વિડીયો ફેસબુક પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલે પોતાના પેજ પર શેર કર્યો છે. 70,000 થી પણ વધારે લોકોએ આ વાયરલ વિડીયો જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવે તો ભારે કરી છો હો..! ગાયનો પીછો કરતો આખલો ઘરના ધાબા પર ચડી ગયો, પછી તો એવી જોવા જેવી થઈ કે…જુઓ વાયરલ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*