જામનગરના પ્રખ્યાત ડોક્ટર ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન, અંતિમયાત્રામાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા…જુઓ અંતિમયાત્રાનો વિડીયો…

Dr. Gaurav Gandhi Heart attack: આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ એટેક થી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ ગઈકાલના રોજ જામનગર(Jamnagar) માંથી ચકચારી હાર્ટ એટેક(Heart attack)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાણીતા તબિયતનું હાર્ટ એટેક થી નિધન(Dr. Gaurav Gandhi Heart attack) થયું હોવાના સમાચાર સામે આવતા ચકચારી મચી ગઈ.

જામનગરના પ્રખ્યાત હ્રદય રોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની ઉંમરે હાર્ટ એટેક થી નિધન થયું હતું. જામનગરના પેલેસ રોડ ખાતેના પોતાના ઘરે વહેલી સવારે બેભાન અવસ્થામાં મળેલા ડોક્ટર ગૌરવ ગાંધીને લગભગ બે કલાકથી સઘન સારવાર અપાયા બાદ મૃત જાહેર કરાયા હતા.

જે બાદ પરિવાર સહિત તબીબી જગતમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. ડોક્ટર ગૌરવ ગાંધીએ તેમને કારકિર્દીમાં 16 હજારથી વધુ હાર્ટ સર્જરી કરનારા છે. અનેક લોકોના હૃદયને ધબકતુ રાખનારા હૃદય રોગ નિષ્ણાંત પોતાના હૃદયના ધબકારા સમજી ન શક્યા અને તેમનું દુઃખદ અવસાન થયું. તેમના અવસાન બાદ ગઈકાલે તેમની અંતિમયાત્રા નીકળી હતી અને આ દરમિયાન લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ડોક્ટર ગૌરવ ગાંધીના અંતિમ સંસ્કારમાં તબીબી જગત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડોક્ટર તેમની પાછળ માતા પિતા, પત્ની અને બે સંતાન ને છોડી ચાલ્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે ૪૧ વર્ષીય ડોક્ટર ગૌરવ ગાંધીએ તેમની કારકિર્દી દરમિયાન એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી હૃદયની સર્જરીઓ કરી હતી.

તેઓ ફેસબુક પર ‘હટ હાર્ટ એટેક’અભિયાન સાથે પણ જોડાયેલા હતા. અવારનવાર સોશિયલ મીડિયા અને સેમિનાર દ્વારા લોકોને હૃદય ને લગતી સમસ્યાઓથી વાકેફ કરતા હતા. પરંતુ તે પોતાના જ હૃદય રોગનુ નિવારણ કરી શક્યા ન હતા અને તેમનું મૃત્યુ થયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*