શું મહેશ સવાણી બાદ ઇશુદાન ગઢવી પણ છોડશે આમ આદમી પાર્ટી નો સાથ, હમણાં જ થશે મોટો ખુલાસો

Published on: 11:25 am, Tue, 18 January 22

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડયું છે. ત્યારે ગઇકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર લોક ગાયક વિજય સુવાળા અને સમાજ સેવક તથા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે.

વિજય સુવાળા અને મહેશ સવાણીના પાર્ટી છોડવાની લઈને આજ રોજ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ કરીને આ અંગે ખુલાસો કરશે. મળતી માહિતી અનુસાર પાર્ટીમાં આંતરિક વિખવાદ અને મુદ્દાઓના પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માં ચાલી રહી છે.

ગઈકાલે ઈશુદાન ગઢવી એ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીમાં નથી પરંતુ આમ આદમી પાર્ટી મારામાં રહેલી છે આ ઉપરાંત ઈશુદાન ગઢવી એ કહ્યું હતું કે આજ રોજ થનારી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં ચાલી રહેલા અનેક મોટા ખુલાસો કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે જે કોઈ પણ નેતા આમ આદમી પાર્ટીને છોડીને ગયા છે તે આમ આદમી પાર્ટીમાં અસંતોષ હોવાના કારણે નથી ગયા. પરંતુ પોતાના અંગત કારણો અને તકલીફને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી છોડીને ગયા છે.

આ બંને નેતાના રાજીનામું આપ્યા બાદ હવે આમ આદમી પાર્ટી પાસે દિગ્ગજ નેતાઓ માં ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવી ની જોડી સિવાય કોઈ નથી રહ્યું. આ ઉપરાંત જ્યારે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું ત્યારે તેમને ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા.

ત્યારે મહેશ સવાણીએ ભાજપમાં જોડાય તેવી વાતને નકારી ન હતી અને કહ્યું હતું કે, તેમને જ્યાં સેવા કરવાનો મોકો મળશે તે ત્યાં જોડાશે તેવું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત કહ્યું કે મને કોઈ પણ પ્રકારના હોદ્દાનો કોઈ મોહ નથી. મને મંત્રી થવાનો પણ કોઈ મોહ નથી અને મારે કોઇની પણ સાથે વિવાદ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું મહેશ સવાણી બાદ ઇશુદાન ગઢવી પણ છોડશે આમ આદમી પાર્ટી નો સાથ, હમણાં જ થશે મોટો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*