આમાં મારો શું વાંક..? રસ્તા પર કચરો સાફ કરી રહેલા વ્યક્તિ સાથે, આખલાએ પાછળથી આવીને કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો…

Published on: 2:33 pm, Thu, 22 December 22

મિત્રો તમને બધાને ખબર હશે કે સમગ્ર દેશભરમાં દિવસે અને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના જીવલેણ પ્રહારના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે આવી ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આખલાએ એક વ્યક્તિ ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. જેના કારણે વ્યક્તિ હવામાં રોડ પર નીચે પડ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ રોડના કિનારે પડેલો કચરો સાફ કરી રહ્યો છે.

ત્યારે ત્યાં એક આખલો આવે છે અને તે ધીમે ધીમે આગળ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ આખલાને એવું તો શું થાય છે કે તે રોડના કિનારે શાંતિથી કચરો સાફ કરી રહેલા વ્યક્તિ પર પાછળથી પ્રહાર કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલો અચાનક જ પાછળથી રોડના કિનારે ઉભેલા વ્યક્તિને પોતાના શીંગડા ઉછાળે છે.

જેના કારણે તે વ્યક્તિ હવામાં ઉછળીને ખૂબ જ ખરાબ રીતે રોડ પર નીચે પડે છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિને સારી એવી મૂંઢમાર ઈજા પહોંચી હશે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @TheFigen_નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 3.4 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને ઘણા લોકો તો ડરી ગયા છે. ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમાં મારો શું વાંક..? રસ્તા પર કચરો સાફ કરી રહેલા વ્યક્તિ સાથે, આખલાએ પાછળથી આવીને કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*