સુરતમાં ફરી એક વખત દીકરી ગ્રીષ્મા વેકરીયા જેવો કિસ્સો આવ્યો સામે, પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાના ગળા પર કટર…જાણો કાળજું કંપાવી દેનારી ઘટના…

Published on: 3:18 pm, Thu, 22 December 22

સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે સુરત શહેરમાં સચિન વિસ્તારમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાના ગળા ઉપર જાહેરમાં કટર ફેરવી દીધું હતું.

જેના કારણે માસુમ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આરોપી પ્રેમીએ ઉમરપાડાની 22 વર્ષની પોતાની પ્રેમિકા ઉપર જીવલેણ પ્રહાર કર્યો હતો. આ ઘટના સચિનના સુડા વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા. આ કિસ્સો સુરતમાં ઘણા સમય પહેલા બનેલા ગ્રીષ્મા વેકરીયા કેસ જેવો જ છે.

વિગતવાર વાત કરીએ તો સુરતના એપ્રિલ પાર્કના એક કારખાનામાં એક યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. આ 22 વર્ષની યુવતી પર તાપી જિલ્લાના નિઝર ખાતે બરોડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી નામના આરોપીએ યુવતી પર પ્રહાર કર્યા હતા. અગાઉ યુવક અને યુવતી બંને પ્રેમ સંબંધમાં હતા.

મળતી માહિતી અનુસાર 2019 માં બંને સાથે કામ કરતા હતા. બંને પ્રેમ સંબંધમાં જોડાયા બાદ નાની નાની વાતમાં એકબીજા સાથે ઝઘડો કરતા હતા અને બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થતી હતી. જેના કારણે યુવકથી કંટાળીને યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકવાનું નક્કી કરી નાખ્યું હતું.

છતાં પણ આરોપી પ્રેમી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ યુવતીને પોતાની સાથે આવવા માટે પણ દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ પૂર્વ પ્રેમીની વાત ન માની અને સાથે આવવાની ના પાડી દીધી હતી. આ વાતને લઈને આરોપી પ્રેમી ખૂબ જ ગુસ્સામાં ભરાયો હતો.

ગુસ્સામાં ભરાયેલા આરોપીએ માસુમ યુવતીના ગળા ઉપર કટર ફેરવીને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. હવે આગળની કાર્યવાહી યુવક ઉપર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ફરી એક વખત દીકરી ગ્રીષ્મા વેકરીયા જેવો કિસ્સો આવ્યો સામે, પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાના ગળા પર કટર…જાણો કાળજું કંપાવી દેનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*